IND vs AUS Semi Final: સેમીફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો,સ્ટાર ખેલાડી થયો બહાર
- સેમીફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો
- શોર્ટને પગની પીઠમાં ઈજાના કારણે બહાર થયો
- જેક ફ્રેઝર-મેકગર્કને મળી તક
IND vs AUS Semi Final: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલ (IND vs AUS Semi Final) મેચ પહેલા છેલ્લી ઘડીએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. જેમાં ઓપનર મેથ્યુ શોર્ટના સ્થાને રિઝર્વ કૂપર કોનોલીને સામેલ કરવામાં આવ્યો છે. શુક્રવારે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન શોર્ટને પગની પીઠમાં ઈજા થઈ હતી.
જેક ફ્રેઝર-મેકગર્કને મળી શકે છે તક
શોર્ટ અંગે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે બે દિવસ પહેલા કહ્યું હતું કે સેમીફાઈનલ મેચ પહેલા તેને સ્વસ્થ થવામાં મુશ્કેલી પડશે. શોર્ટની ગેરહાજરીમાં, જેક ફ્રેઝર-મેકગર્ક ભારત સામેની પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવે તેવી અપેક્ષા છે. પરંતુ કોનોલી ટીમમાં જોડાયા બાદ ઓસ્ટ્રેલિયા કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું બાકી છે. સ્ટીવ સ્મિથ અને તેના ખેલાડીઓ 4 માર્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારત સામે ટકરાશે.
આ પણ વાંચો -કોંગ્રેસ પ્રવક્તાની જીભ લપસી! ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma ને કહ્યો 'જાડો'
કોનોલીની આવું છે આંતરરાષ્ટ્રીય કારકિર્દી
કોનોલીની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી ત્રણ વનડે છે. કોનોલી લેફ્ટ હેન્ડનો બેટ્સમેન છે, જે સ્પિન બોલિંગ પણ કરે છે. આ 21 વર્ષીય ખેલાડીનો બોલ કે બેટથી અત્યાર સુધી કોઈ પ્રભાવશાળી રેકોર્ડ નથી, પરંતુ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ભારતના સ્પિન આક્રમણની અસર જોઈને કાંગારૂ ટીમે તેના નામ પર વિચાર કર્યો છે.
આ પણ વાંચો -IND vs NZ: ભારતનો ચેમ્પિયન ટ્રોફીમાં વધુ એક દમદાર વિજય, ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું
ભારત સામે આવો છે ઝેમ્પાનો રેકોર્ડ
32 વર્ષીય ઝમ્પા દુબઈમાં ભારતીય બેટ્સમેન માટે માથાનો દુખાવો બની શકે છે. ઝેમ્પાએ ભારત સામે અત્યાર સુધીમાં 23 વનડે રમી છે, જેમાં તેને 5.61 ના ઈકોનોમી રેટથી 35 વિકેટ લીધી છે. ભારત સામે ઝેમ્પાનું બેસ્ટ પ્રદર્શન 45 રનમાં 4 વિકેટ છે.
ભારત સામેની સેમીફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, એડમ ઝેમ્પા.