ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર અપાવનાર આ 5 ગુનેગાર

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ શરમજનક હાર ટીમને આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી આ ખેલાડીઓએ દરેક વખતે નિરાશ કર્યા IND vs AUS:ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ...
10:39 AM Jan 05, 2025 IST | Hiren Dave
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ શરમજનક હાર ટીમને આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી આ ખેલાડીઓએ દરેક વખતે નિરાશ કર્યા IND vs AUS:ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ...

IND vs AUS:ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટથી જીતીને સિરીઝ 3-1થી કબજે કરી લીધી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ એવા હતા જેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જ્યારે પણ ટીમને આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી ત્યારે આ ખેલાડીઓએ દરેક વખતે નિરાશ કર્યા હતા.

1. વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના સૌથી સિનિયર ખેલાડી વિરાટ કોહલી(virat kohli)ને ભારતીય બેટિંગની મહત્વની કડી માનવામાં આવે છે, પરંતુ કોહલીએ આ શ્રેણીમાં ઘણી નિરાશ કરી. કોહલીએ પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારપછી દરેક વખતે આ જ ભૂલ કરીને કોહલી આઉટ થયો હતો. પૂર્વ દિગ્ગજોએ પણ કોહલીના આ ખરાબ પ્રદર્શનની નિંદા કરી હતી, પરંતુ કોહલીએ પોતાની ભૂલમાંથી કંઈ શીખ્યું નથી. કોહલીએ સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં માત્ર 6 રન બનાવ્યા હતા.

2. રોહિત શર્મા

કેપ્ટન રોહિત શર્મા (rohit sharma)માટે આ પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. જેના કારણે તેણે પોતાને સિડની ટેસ્ટથી દૂર રાખવો પડ્યો હતો. રોહિત પ્રથમ મેચ રમી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેણે વાપસી કરી હતી. રોહિત આખી સિરીઝમાં ફ્લોપ સાબિત થયો હતો. આ શ્રેણીમાં તેના બેટમાંથી એક પણ અડધી સદી જોવા મળી નથી.

3. શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ગિલ આ સિરીઝમાં ત્રણ મેચ રમ્યા હતા, પરંતુ એક પણ મેચમાં તેના બેટથી સારી ઈનિંગ જોવા મળી ન હતી. ગિલ આ શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. સિડની ટેસ્ટમાં રોહિતની જગ્યાએ ગિલને રમવાની તક મળી હતી, પરંતુ મેચની પ્રથમ ઇનિંગમાં ગિલે માત્ર 20 રન અને બીજી ઇનિંગમાં માત્ર 13 રન બનાવ્યા હતા.

આ પણ  વાંચો -IND vs AUS:સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત, બુમરાહની ગેરહાજરી ભારે પડી!

4. કેએલ રાહુલ

કેએલ રાહુલે (kl rahul)પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ રાહુલ આગામી મેચમાં પણ ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. રાહુલે શ્રેણીની બાકીની ચાર મેચોમાં ઘણી નિરાશ કરી હતી. સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રાહુલે માત્ર 4 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં કેએલએ 13 રન બનાવ્યા હતા.

આ પણ  વાંચો - SA vs PAK: WTC ના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

5. મોહમ્મદ સિરાજ

આ શ્રેણીમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. જસપ્રીત બુમરાહ સિવાય આ શ્રેણીમાં અન્ય કોઈ ઝડપી બોલર પોતાની છાપ છોડી શક્યો નથી. સિરાજે સિડની ટેસ્ટમાં ચોક્કસપણે સારી બોલિંગ કરી હતી પરંતુ જો આખી સિરીઝમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તે કંઈ ખાસ નહોતું. સિરાજે સિડની ટેસ્ટમાં 4 વિકેટ લીધી હતી.

Tags :
Gujarat FirstHiren daveIND VS AUSind vs aus 5th testIndia vs Australiakl rahulrohit sharmaVirat Kohli
Next Article