ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs AUS : 'ઈંટ કા જવાબ પથ્થર સે' કાંગારુ બેટ્સમેનોને ભારતીય બોલરોએ ધોઇ નાખ્યા

ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ડેબ્યૂ કરનાર નીતીશ કુમાર રેડ્ડીએ ભારત માટે પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દિવસના અંત સુધીમાં 7 વિકેટના નુકસાને માત્ર 67 રન જ બનાવી શકી હતી.
03:47 PM Nov 22, 2024 IST | Hardik Shah
ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ડેબ્યૂ કરનાર નીતીશ કુમાર રેડ્ડીએ ભારત માટે પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દિવસના અંત સુધીમાં 7 વિકેટના નુકસાને માત્ર 67 રન જ બનાવી શકી હતી.
IND vs AUS Australia batting collapse

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ડેબ્યૂ કરનાર નીતીશ કુમાર રેડ્ડીએ ભારત માટે પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દિવસના અંત સુધીમાં 7 વિકેટના નુકસાને માત્ર 67 રન જ બનાવી શકી હતી.

150 ના જવાબમાં કાંગારુઓએ 7 વિકેટે 67 રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં એલેક્સ કેરી (19) અને મિચેલ સ્ટાર્ક (6) રન બનાવી રહ્યા હતા. જસપ્રિત બુમરાહના હાથે LBW આઉટ થયેલા મેકસ્વીનીના રૂપમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 14 રનના સ્કોર પર તેની પ્રથમ વિકેટ ગુમાવી હતી. બુમરાહે 19ના સ્કોર પર ખ્વાજાને પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો, બીજા જ બોલ પર સ્ટીવ સ્મિથ પણ LBW આઉટ થયો હતો. આ પછી હર્ષિત રાણાએ ટ્રેવિસ હેડને 31ના સ્કોર પર આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે મિશેલ માર્શને આઉટ કર્યો હતો. ત્યારબાદ સિરાજે માર્નસ લાબુશેનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને કેચ આઉટ કરાવ્યો હતો. ભારત તરફથી બુમરાહે 4, સિરાજે 2 અને હર્ષિતે 1 વિકેટ ઝડપી હતી.

ભારત 150 સુધી પહોંચવામાં સફળ રહ્યું

ભારતીય ઇનિંગ્સની વાત કરીએ તો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું પણ ખોલાવી શક્યા ન હોતા, જ્યારે વિરાટ કોહલી (5)નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. વિરાટ કોહલીને સવારના સત્રનો સર્વશ્રેષ્ઠ બોલ રમવા મળ્યો જ્યારે હેઝલવુડે તેને શોર્ટ બોલ નાખ્યો અને તે સ્લિપમાં કેચ આઉટ થયો. જ્યાં સુધી રાહુલ ક્રિઝ પર રહ્યો ત્યાં સુધી તેણે મૂળભૂત બાબતોનું સંપૂર્ણ પાલન કર્યું. શરીર પર અથડાતા બોલ રમ્યા અને બાકીના બોલ છોડી દીધા. તેણે કેટલીક સારી પુશ ડ્રાઈવ પણ ફટકારી. તે લંચની દસ મિનિટ પહેલા આઉટ થયો હતો. પંત (78 બોલમાં 37 રન) અને રેડ્ડીએ સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ભારત 150 સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. સ્ટાર્કે 11 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે હેઝલવુડે 13 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કમિન્સે 15.4 ઓવરમાં 67 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:  IND vs AUS : ઓસ્ટ્રેલિયન બોલરોનો આતંક! ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો શીખાઉ હોય તેમ રમતા જોવા મળ્યા

Tags :
Australia 67 runsAustralia vs India 1st Testborder gavaskar trophyCricket highlightsGujarat FirstHardik ShahIND VS AUSIndia all-out 150India batting collapseIndia vs AustraliaJasprit BumrahNitish Kumar Reddy debutPerth Testrohit sharma
Next Article