IND vs AUS : બુમરાહ વિરૂદ્ધ કાયદો પસાર કરીશું, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સિડની ટેસ્ટ પહેલા બનાવ્યો પ્લાન ને પોતે જ ખુલાસો કર્યો
- ઓસ્ટ્રેલિયાના પીએમ ભારતીય ટીમને મળ્યા હતા
- જસપ્રીત બુમરાહની બોલિંગની પ્રશંસા કરી
- વિરાટ કોહલી સાથે સેલ્ફી લીધી
IND vs AUS :બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે(PM Anthony Albanese) બુધવારે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમો સાથે મુલાકાત કરી હતી. નવા વર્ષની ટેસ્ટ પહેલા અલ્બેનીઝે સિડનીમાં બંને ટીમોની યજમાની કરી અને ચાલુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)માં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ(Jasprit Bumrah)ના પ્રદર્શનની પ્રશંસા કરી.
બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા
ટીમો સાથેની વાતચીત દરમિયાન, અલ્બેનીઝે આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન (IND vs AUS )ટીમ પર બુમરાહની અસર વિશે વાત કરી અને મજાક કરી કે તે બુમરાહને ડાબા હાથે બોલિંગ કરવા અથવા એક પગલું આગળ કરવા માટે કાયદો પસાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા છે.
મેકગ્રાથ સ્તન કેન્સર વિશે જાગૃતિ ફેલાવશે
અલ્બેનીઝે સિડનીમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. તેમણે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી સાથેની એક તસવીર પણ શેર કરી, જેમાં બંને કોઈ વાત પર હસતા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ભૂતપૂર્વ ક્રિકેટર ગ્લેન મેકગ્રાથને પણ મળ્યા હતા, જેઓ મેકગ્રાથ ફાઉન્ડેશનના સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા પ્રથમ દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર હશે. વડાપ્રધાન અલ્બેનીઝે તેમની એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારે શુક્રવારે પાંચમી ટેસ્ટ શરૂ થશે, ત્યારે મેકગ્રાથ ફાઉન્ડેશનના મહાન કાર્યના સમર્થનમાં SCG ગુલાબી રંગમાં રંગાઈ જશે. ગો ઓસ્ટ્રેલિયા!
"We could pass a law here that says he has to bowl left-handed or off one step.Every time he has come onto bowl has been very exciting,"
-Australian PM Anthony Albanese about Jasprit Bumrah 🔥#INDvsAUS pic.twitter.com/1bX9dvYNPc— Bharu (@the_chillax) January 1, 2025
આ પણ વાંચો-જાણો ટેનિસ ખેલાડી રોજર ફેડરરની પ્રેમ કહાની, 9 વર્ષ સુધી ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન
બુમરાહ વિરુદ્ધ કાયદો બનાવવાની વાત થઈ હતી
તે જ સમયે, પીટીઆઈએ એન્થોની અલ્બેનીઝેને ટાંકીને કહ્યું કે, અમે અહીં એક કાયદો પસાર કરી શકીએ છીએ જે મુજબ બુમરાહે ડાબા હાથથી અથવા એક પગલું આગળ કરીને બોલિંગ કરવી પડશે. જ્યારે પણ તે બોલિંગ કરવા આવ્યો છે તે ખૂબ જ રોમાંચક રહ્યો છે.
આ પણ વાંચો-શુભમન ગિલનું પત્તું કપાયું? આ ખેલાડી બનશે ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન
ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1ની અજેય
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પાંચમી ટેસ્ટમાં જીત સાથે શ્રેણીની હાર ટાળવા માંગશે. ફરી એકવાર ટીમની આશા જસપ્રીત બુમરાહ પર ટકી રહેશે, જેણે શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે વર્તમાન સિરીઝમાં 12.83ની એવરેજથી 30 વિકેટ લીધી છે. તે મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારતના સૌથી મોટા હથિયાર તરીકે ઉભરી આવ્યો છે.