ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND Vs AUS: સેમીફાઈનલમાં Kohli ના નામે 'Virat' રેકોર્ડ, દુબઈમાં રેકોર્ડ્સની લાગી લાઈન

દુબઈમાં કિંગ કોહલીની મોટી સિદ્ધિ દુબઈમાં રેકોર્ડ્સની લાગી લાઈન સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં સામેલ   Ind vs Ausfinal: ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી. રોહિત શર્મા (RohitSharma)અને શુભમન ગિલના વહેલા આઉટ થયા બાદ...
10:21 PM Mar 04, 2025 IST | Hiren Dave
દુબઈમાં કિંગ કોહલીની મોટી સિદ્ધિ દુબઈમાં રેકોર્ડ્સની લાગી લાઈન સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં સામેલ   Ind vs Ausfinal: ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી. રોહિત શર્મા (RohitSharma)અને શુભમન ગિલના વહેલા આઉટ થયા બાદ...
Virat Kohli

 

Ind vs Ausfinal: ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી. રોહિત શર્મા (RohitSharma)અને શુભમન ગિલના વહેલા આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તે સમયે, વિરાટ કોહલીએ જવાબદારી લીધી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સાથે કોહલી હવે સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 264 રન બનાવ્યા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા બેટિંગ Jay Shah કરવા ઉતરી અને શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્માની વિકેટો વહેલી ગુમાવી દીધી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ શ્રેયસ ઐયર સાથે મળીને જવાબદારી લીધી. આ મેચમાં કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો.

 

વનડેમાં 8 હજારથી વધુ રન બનાવ્યા

કોહલી ODI ફોર્મેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે 8,000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. કોહલી સિવાય, ફક્ત સચિન તેંડુલકરે જ લક્ષ્યનો પીછો કરતી વખતે વનડેમાં 8 હજારથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં પોતાની 5મી અડધી સદી ફટકારી છે. આ બાબતમાં સચિન તેંડુલકર તેનાથી આગળ છે, જેને નોકઆઉટ મેચોમાં 6 અડધી સદી ફટકારી હતી.

આ પણ  વાંચો --IND Vs AUS: ધમાકેદાર જીત સાથે ભારતીય ટીમની ફાઇનલમાં એન્ટ્રી

દુબઈમાં કિંગ કોહલીની મોટી સિદ્ધિ

સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ICC ODI ટુર્નામેન્ટમાં 24 અડધી સદી પૂર્ણ કરી છે. કિંગે સચિન તેંડુલકરની 23 અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની સેમીફાઈનલ મેચમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા તેને 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પણ અડધી સદી ફટકારી હતી. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં તેની 7મી અડધી સદી ફટકારી છે. આ મામલે કોહલીએ શિખર ધવન અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે. કિંગ કોહલીએ ICC નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવ્યા છે. તે આવું કરનાર પ્રથમ ખેલાડી છે.

આ પણ  વાંચો-IPL 2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓને નહીં મળે આ પરમિશન

ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ક્રિસ ગેલે બનાવ્યા સૌથી વધુ રન

ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝનો ડેશિંગ બેટ્સમેન ક્રિસ ગેલ છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 17 મેચમાં 791 રન બનાવ્યા છે. આ પછી, મહેલા જયવર્ધને બીજા સ્થાને આવે છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 22 મેચમાં 742 રન બનાવ્યા છે. આ પછી શિખર ધવનનો વારો આવે છે. શિખર ધવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. પરંતુ હવે વિરાટ કોહલીએ આ ખુરશી પર કબજો જમાવી લીધો છે.

આ પણ  વાંચો -IND Vs AUS: હેડની વિકેટ પર થયો વિવાદ, અમ્પાયરે ગિલને આપી વોર્નિંગ

શિખર ધવનને છોડ્યો પાછળ

શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 10 મેચમાં 701 રન બનાવ્યા હતા. પરંતુ હવે વિરાટ કોહલીએ આનાથી વધુ રન બનાવ્યા છે. શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. જો આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો તેને એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી પાસે ક્રિસ ગેઇલનો રેકોર્ડ પણ તોડવાની તક છે, તે તેનાથી થોડા રન પાછળ છે

Tags :
Axar PatelChampions Trophy 2025 Semi-Final Live ScoreChampions Trophy Semi-Final 2025Hardik PandyaInd vs Aus live scoreIND vs AUS Semi-Final Live ScoreIND vs AUS Semi-Final MatchIndia vs Australia Champions Trophy 2025India vs Australia Cricket Match 2025India vs Australia Live ScoreIndia vs Australia Live UpdatesIndia vs Australia Scorecardkl rahulKuldeep YadavRavindra Jadejarohit sharmashreyas iyerShubman GillVarunVirat Kohli
Next Article