ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND Vs BAN :બાંગ્લાદેશે ભારતને જીત માટે આપ્યો 229-રનનો ટાર્ગેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી IND Vs BAN : આજે ભારત અને બાંગ્લાદેશ (IND Vs BAN )વચ્ચે દુબઈમાં ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ની બીજી મેચ રમાઈ રહી...
06:19 PM Feb 20, 2025 IST | Hiren Dave
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી IND Vs BAN : આજે ભારત અને બાંગ્લાદેશ (IND Vs BAN )વચ્ચે દુબઈમાં ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ની બીજી મેચ રમાઈ રહી...

IND Vs BAN : આજે ભારત અને બાંગ્લાદેશ (IND Vs BAN )વચ્ચે દુબઈમાં ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ની બીજી મેચ રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તેમના પર બેક ફાયર થયો હતો. જીહા, તેમની શરૂઆતની 5 વિકેટ માત્ર 35 રનમાં જ પડી ગઇ હતી. આ મેચ દરમિયાન  બધાની નજર ભારતના સ્ટાર ખેલાડીઓ પર રહેશે, ખાસ કરીને વિરાટ અને રોહિત પર. બંને બેટ્સમેનોનું તાજેતરનું ફોર્મ એટલું સારું રહ્યું નથી, તેથી તેઓ આ મેચમાં મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે અને ટુર્નામેન્ટની પહેલી મેચમાં ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશે ભારતને 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ

બાંગ્લાદેશની આખી ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. ટીમે ૩૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ જાકર અલી અને તૌહીદ હૃદયોયે ૧૫૪ રનની ભાગીદારી કરી અને ટીમને અનિશ્ચિત સ્થિતિમાંથી બહાર કાઢી. બાંગ્લાદેશ તરફથી જાકર અલીએ 68 રન બનાવ્યા જ્યારે તૌહીદ હૃદયોય 100 રન બનાવીને આઉટ થયા. બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી.

રોહિતની ભૂલને કારણે અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો

મેચમાં કેપ્ટન રોહિત શર્માનો એક મોટો છબરડો સામે આવ્યો હતો.બાંગ્લાદેશી બેટર જેકર અલીનો સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત શર્મા ખૂબ દુખી થયો હતો અને તેણે બોલર અક્ષર પટેલની માફી માગી હતી. રોહિતે સાવ ઈઝી કેચ છોડી મૂકતાં અક્ષર પટેલ હેટ્રિક લેતાં ચૂક્યો હતો. અક્ષર બે વિકેટ લઈ ચૂક્યો હતો પરંતુ રોહિતના છબરડાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો ઈતિહાસ રચવામાંથી ચૂક્યો હતો. કેચ સાવ ઈઝી હતો પરંતુ રોહિતથી તે ન થયો અને નીચે પડી જતાં, રોહિતને ખૂબ દુખ થયું અને તેણે મેદાનમાં 3-4 વાર હાથ પટક્યો હતો. રોહિતને કેચ છોડ્યાનું ખુબ દુખ થયું હતું અને તેણે અક્ષર પટેલની માફી માગી હતી

આ  પણ  વાંચો - Axar patel: સાવ ઈઝી કેચ છોડી મૂકતાં રોહિત ખૂબ દુખી થયો,મેદાનમાં હાથ પછાડ્યો

શમીએ પાંચ વિકેટ ઝડપી

ભારત વતી મોહમ્મદ શમીએ તરખાટ મચાવ્યો હતો અને 5 વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી.

આ  પણ  વાંચો -IND vs BAN: ભારતીય બોલરો સામે બાંગ્લાદેશનો ધબડકો!

ભારતીય પ્લેઈંગ-11 :

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

Tags :
CHAMPIONS TROPHYcricket score onlinedubai international stadiumIND vs BAN 2nd ODIIND vs BAN live matchind vs ban live scoreIndia vs BangladeshIndia vs Bangladesh live scoreIndia vs Bangladesh today live scoretoday match cricket score
Next Article