IND vs BAN Match Preview: ભારતીય ટીમની આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત, બાંગ્લાદેશ સાથે થશે ટક્કર
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બુધવારથી જ શરૂ થઈ ગઈ છે
- શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડે યજમાન પાકિસ્તાની ટીમને 60 રનથી હરાવ્યું હતું
- હવે ટુર્નામેન્ટની બીજી મેચ આજે (20 ફેબ્રુઆરી) યોજાવાની છે
ICC Champions Trophy 2025, IND vs BAN Match: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બુધવારથી જ શરૂ થઈ ગઈ છે. શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડે યજમાન પાકિસ્તાની ટીમને 60 રનથી હરાવ્યું હતું. હવે ટુર્નામેન્ટની બીજી મેચ આજે (20 ફેબ્રુઆરી) યોજાવાની છે. આ બીજી મેચમાં, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ રમશે. તેનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને શાનદાર શરૂઆત કરશે.
ભારતીય ટીમ દુબઈમાં એક પણ ODI મેચ હાર્યું નથી
બાંગ્લાદેશની ટીમે આ મેદાન પર ભારતથી સાવધ રહેવું પડશે, કારણ કે દુબઈ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ODI ફોર્મેટમાં ઉત્તમ રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આ મેદાન પર એક પણ ODI મેચ હાર્યું નથી. બાંગ્લાદેશ ઉપરાંત, આ આંકડા પાકિસ્તાન સહિત અન્ય ટીમો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. ભારતીય ટીમે દુબઈ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 6 ODI મેચ રમી છે, જેમાંથી તેણે 5માં જીત મેળવી છે. અફઘાનિસ્તાન સામેની એક મેચ ટાઇ રહી હતી. આ મેદાન પર ભારતીય ટીમે પાકિસ્તાન અને બાંગ્લાદેશને 2-2 વખત વનડેમાં હરાવ્યા છે. એક વાર હોંગકોંગને હરાવ્યું. ભારતીય ટીમે સપ્ટેમ્બર 2018 માં એશિયા કપ દરમિયાન આ બધી 6 ODI મેચ રમી હતી. ત્યારબાદ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ટાઇટલ જીત્યું હતુ.
આ 5 ટીમો ભારતીય ટીમને હરાવી શકી નહીં
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો, આમાં પણ ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં કુલ 29 મેચ રમી છે, જેમાંથી તેણે 18 મેચ જીતી છે. 8 મેચ હારી ગઈ અને 3 અનિર્ણિત રહી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે ભારતીય ટીમ ટોચ પર છે. જો આપણે ટુર્નામેન્ટના ઇતિહાસમાં અન્ય ટીમો સામે ભારતીય ટીમના રેકોર્ડ પર નજર કરીએ તો તે પણ ઉત્તમ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 એવી ટીમો રહી છે, જે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. આ પાંચ ટીમો દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને કેન્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત-બાંગ્લાદેશ ટીમો:
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
બાંગ્લાદેશ ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તંજીદ હસન, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તંઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.
આ પણ વાંચો: Gujarat Budget 2025 : આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે