ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs ENG 1st ODI : ભારતીય બોલરોની આક્રમક બોલિંગ, ઈંગ્લેન્ડ ટીમને માત્ર 248 રનમાં કરી All Out

IND vs ENG 1st ODI : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પહેલી મેચ આજે (6 ફેબ્રુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
05:07 PM Feb 06, 2025 IST | Hardik Shah
IND vs ENG 1st ODI : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પહેલી મેચ આજે (6 ફેબ્રુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
IND vs ENG 1st ODI

IND vs ENG 1st ODI : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પહેલી મેચ આજે (6 ફેબ્રુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 249 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

હર્ષિત અને જાડેજાએ ઘાતક બોલિંગ કરી

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત તોફાની રહી. ઇંગ્લિશ ટીમે માત્ર 6 ઓવરમાં 50 રન પૂરા કર્યા. દરમિયાન, ફિલ સોલ્ટે છઠ્ઠી ઓવરમાં નીતિશ રાણાની બોલિંગમાં 26 રન (6, 4, 6, 4, 0, 6) બનાવ્યા. બીજા ઓપનર બેન ડકેટે પણ શમી સામે કેટલાક ઉત્તમ શોટ રમ્યા. ભારતને પહેલી સફળતા ફિલ સોલ્ટના રૂપમાં 75 રનના સ્કોર પર મળી, જે શ્રેયસ ઐયરના થ્રો પર રન આઉટ થયો. સોલ્ટે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. ત્યારબાદ હર્ષિત રાણાએ બીજા ઓપનર બેન ડકેટને પેવેલિયન મોકલ્યો. ડકેટનો કેચ યશસ્વી જયસ્વાલે લીધો. ડકેટે 29 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષિતે 10મી ઓવરના છેલ્લા બોલ પર વિકેટ પાછળ કેએલ રાહુલના હાથે હેરી બ્રુકને કેચ આઉટ કરાવ્યો. જો આપણે જોઈએ તો, ઈંગ્લેન્ડે 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, જો રૂટ અને જોસ બટલરે મળીને ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી.

ભારતીય બોલરોનું દમદાર પ્રદર્શન

આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ તોડી હતી. જાડેજાએ રૂટ (19 રન) ને LBW આઉટ કર્યો. રૂટ આઉટ થયા પછી, બટલર અને જેકબ બેથેલે મળીને પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી. અક્ષર પટેલે બટલરને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. બટલરે 67 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 52 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. ત્યારબાદ હર્ષિત રાણાએ લિયામ લિવિંગસ્ટોન (5 રન) ને આઉટ કર્યો અને મોહમ્મદ શમીએ બ્રાયડન કાર્સ (10 રન) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 206 રન થઇ ગયો હતો. બ્રાયડન કાર્સેના આઉટ થયાના થોડા સમય પછી, જેકબ બેથેલે પણ પોતાના 50 રન પૂર્ણ કર્યા હતા. જોકે, બેથેલ પણ બટલરની જેમ પોતાની અડધી સદીની ઇનિંગ્સ લંબાવી શક્યો નહીં. બેથેલને રવિન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યો. બેથેલે 64 બોલમાં 51 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. બેથેલ પછી, ઇંગ્લેન્ડે આદિલ રશીદ (8) અને સાકિબ મહમૂદ (2) ને સસ્તામાં ગુમાવ્યા. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 47.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ડેબ્યુ કરનાર હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ મેળવી હતી.

યશસ્વી-હર્શિતનું વનડે ડેબ્યૂ, વિરાટ આઉટ

નાગપુર મેચ દરમિયાન ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. રોહિત શર્માએ યશસ્વીને કેપ આપી હતી, જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિત રાણાને કેપ આપી હતી. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જમણા ઘૂંટણમાં દુખાવાના કારણે આ મેચનો ભાગ બની શક્યો ન હતો. વિરાટ કોહલીના જમણા ઘૂંટણ પર પાટો બાંધેલો હતો. ટીમ સાથે પ્રેક્ટિસ સત્રમાં જોડાતી વખતે કોહલી સાવધાનીપૂર્વક ચાલતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :  IND vs PAK Match Tickets : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતે કરો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક

Tags :
Cricketcricket scoreGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIND vs ENGIND vs ENG 1st ODIind vs eng 1st ODI live scoreind vs eng 1st ODI matchind vs eng 1st ODI match live scoreInd vs eng live scoreindia england tossIndia Vs EnglandIndia Vs England Live Scorelive cricket online scoreLive Cricket Scorelive cricket score onlinelive-scoreTeam India
Next Article