IND vs ENG 1st Test : ભારતે ઈંગ્લેન્ડને 465 રને ઓલ આઉટ કર્યું, બુમરાહે 5 વિકેટ ઝડપી
- ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 465 રનમાં કરી ઓલ આઉટ
- બુમરાહનો બોલિંગમાં જાદુ, 5 વિકેટ ઝડપી
- ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ટેલેન્ડર્સે બોલર્સને ખૂબ પરેશાન કર્યા
IND vs ENG 1st Test : લીડ્સ ખાતે રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક બની રહી છે. આ મેચમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં બેટ્સમેનો અને બોલરો બંનેએ પોતાની કુશળતા બતાવી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 471 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 465 રન બનાવ્યા છે. ભારતને 6 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ લીડ મળી છે. આ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત થઈ, જેમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ: પોપ અને બ્રુકનું શાનદાર પ્રદર્શન
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં ઓલી પોપે શાનદાર સદી ફટકારતા 106 રનની ઇનિંગ રમી હતી, જ્યારે હેરી બ્રુક 99 રન બનાવીને માત્ર 1 રનથી સદી ચૂકી ગયા હતા. આ બંને બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના મધ્યમ ક્રમને મજબૂતી આપી અને ટીમને 465 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરીને જેક ક્રોલી, બેન ડકેટ, જો રૂટ, ક્રિસ વોક્સ અને જોશ ટંગ જેવા મહત્વના બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. આ ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે પણ ઇંગ્લેન્ડના બેટિંગ લાઇનઅપને નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી.
That's Tea on Day 3! #TeamIndia bowl out England for 465 to get a 6-run lead! 👌 👌
5⃣ wickets for Jasprit Bumrah
3⃣ wickets for Prasidh Krishna
2⃣ wickets for Mohd. SirajStay Tuned for the Third & Final Session of the Day!
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#ENGvIND |… pic.twitter.com/iMhUuYlaXp
— BCCI (@BCCI) June 22, 2025
ભારતની પ્રથમ ઇનિંગ અને 6 રનની લીડ
ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 471 રન બનાવ્યા, જે ઇંગ્લેન્ડના સ્કોર કરતાં 6 રન વધુ હતા. આ નાની લીડ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તેનાથી ટીમનો આત્મવિશ્વાસ વધશે. જે રીતે ઈંગ્લેન્ડના બેટ્સમેનો આજે બેટિંગ કરી રહ્યા હતા તે જોતા લાગી રહ્યું હતું કે આજે આ ટીમ ભારતને લીડ આપશે, પરંતુ થયું તેનાથી વિપરીત. ભારતના બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના બોલરો સામે ધીરજ અને આક્રમકતાનું શાનદાર મિશ્રણ બતાવ્યું.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ અને ભારતીય બોલરોનો દબદબો
મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગ શરૂ કરી, પરંતુ ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું. પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓલી પોપને 106 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરીને ઇંગ્લેન્ડની શરૂઆતને ઝટકો આપ્યો. આ પછી, મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને 52 બોલમાં 20 રનના સ્કોરે પેવેલિયન મોકલ્યો. સ્ટોક્સની આ વિકેટ ભારત માટે મહત્વની હતી, કારણ કે તે ઇંગ્લેન્ડના મધ્યમ ક્રમનો મહત્વનો ખેલાડી છે. લંચ બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ જેમી સ્મિથને આઉટ કર્યો, જેનો શાનદાર કેચ રવિન્દ્ર જાડેજા અને સાઇ સુદર્શન દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો. આ કેચ ભારતીય ફિલ્ડિંગની શ્રેષ્ઠતાનું ઉદાહરણ હતું. હેરી બ્રુક, જે 99 રન બનાવીને રમી રહ્યો હતો, તેને પણ પ્રસિદ્ધ કૃષ્ણાએ પેવેલિયન ભેગો કર્યો. બ્રાયડન કાર્સે 23 બોલમાં 22 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતું સિરાજે તેને ક્લીન બોલ્ડ કરી દીધો. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ઇંગ્લેન્ડના જોશ ટંગને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : IND vs ENG: હેરી બ્રુક 99 રને આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણા અનિલ કુંબલે પછી આવું કરનાર બીજો ભારતીય બોલર બન્યો