IND vs ENG: હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ ODI શ્રેણીમાંથી બહાર! રિપ્લેસમેન્ટની રેસમાં આ 3 ખતરનાક ઓલરાઉન્ડર
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ 5 T20I અને 3 ODI ની શ્રેણી રમશે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાને કારણે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
Advertisement
IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્વોડ્રિસેપ્સની ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માંથી બહાર થઈ ગયા છે. ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમયથી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા હતા, પરંતુ હાલમાં આવેલા એક અહેવાલ અનુસાર તેઓ વનડે ફોર્મેટ માટે જરુરી બોલિંગ લોડ અને કન્ડિશનિંગ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

