IND vs ENG 5th Test : ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જો હારશે તો ગુનેગાર કોણ?
- ઓવલ ટેસ્ટ પર ભારત હારની સ્થિતિ પર!
- મેચ અને શ્રેણી ગુમાવવાનો ખતરો! જવાબદાર કોણ?
- ઓવલમાં ટીમ ઇન્ડિયા માટે ચમત્કાર જરૂરી
IND vs ENG 5th Test : લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ હવે ટીમ ઈન્ડિયા (Team India) માટે અત્યંત નાજુક દિશામાં છે. ઈંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર છે અને ભારતે હજુ 3 વિકેટ ઝડપી લેવાની છે. ભારતે ઈંગ્લેન્ડ સામે 374 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને લીધે ભારતીય ટીમે સ્પષ્ટ લીડ મેળવી હતી, પરંતુ ઈંગ્લેન્ડની ટીમે (England Team) 76.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવી દીધા છે, જેને કારણે ભારત માટે વિજય હવે ચમત્કાર જેવી સ્થિતિ બની ગઈ છે.
ટીમ ઈન્ડિયાની સ્થિતિ દયનીય – જવાબદારી કોની?
જો ભારત આ ટેસ્ટ મેચ હારી જાય છે, તો તે 7 વર્ષ પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ગુમાવશે. વર્ષ 2018 પછી આ પહેલી વખત હશે જ્યારે ઈંગ્લેન્ડ ભારત સામે શ્રેણી જીતશે. અગાઉ 2018માં, ઈંગ્લેન્ડે પોતાની ધરતી પર ભારત સામે 5 મેચની શ્રેણી 4-1થી જીતી હતી. ભારત માટે આ નિરાશાજનક પરિસ્થિતિ માટે સૌથી વધુ જવાબદાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) ને ગણવામાં આવે તો નવાઇ નથી. તેણે ઓવલ ટેસ્ટમાં 7 વિકેટ તો લીધી, પરંતુ તેની ખરાબ બોલિંગ ઇકોનોમી અને ખોટી લાઈનલેન્થના કારણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા.
પ્રસિદ્ધ કૃષ્ણાનું નિષ્ફળ પ્રદર્શન
ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં, પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) એ 22.2 ઓવરમાં 109 રન આપી દીધા હતા, જેનો ઇકોનોમી રેટ આશરે 4.88 રહ્યો. તેણે બેન ડકેટ, જેકબ બેથેલ અને જો રૂટની વિકેટ મેળવી હતી, પરંતુ તેણે દરેક વિકેટ માટે પાણીની જેમ રન આપ્યા. એક સમયે, 35મી ઓવરમાં માત્ર 1 ઓવરમાં 16 રન આપીને તેણે મેચનો રૂખ બદલી નાખ્યો, જેને કારણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને વધુ આત્મવિશ્વાસ મળ્યો અને ભારતીય બૉલરો પર દબાણ વધ્યું.
અગાઉ પણ રહ્યો છે વિલન
પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) નું નિષ્ફળ પ્રદર્શન માત્ર ઓવલ સુધી મર્યાદિત નથી. અગાઉ લીડ્સ અને બર્મિંગહામમાં પણ તેણે ઈંગ્લેન્ડ સામે નીરાશાજનક બોલિંગ કરી હતી. લીડ્સમાં, તેણે 42 ઓવરમાં 220 રન આપ્યા હતા, જ્યારે બર્મિંગહામમાં 27 ઓવરમાં 111 રન આપ્યા હતા. બંને મેચમાં તેની ઇકોનોમી 6થી વધુ રહી હતી – જે ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ જ ઉંચી ગણાય છે.
ભવિષ્યમાં પસંદગી પર સવાલ
ટેસ્ટ ક્રિકેટમાં પ્રસિદ્ધ કૃષ્ણાના સતત ખરાબ પ્રદર્શનને કારણે હવે તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. યંગ ટેલેન્ટ હોવા છતાં, તેની ODI પ્રકારની બોલિંગ સ્ટાઈલ ટેસ્ટ માટે યોગ્ય જણાતી નથી. ઓવલ ટેસ્ટ બાદ તેના પસંદગીમાં ફેરફાર થાય તે શક્યતા વધી રહી છે.
આ પણ વાંચો : ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ : ઉસ્માન ગનીએ એક જ ઓવરમાં 45 રન ફટકાર્યા? દિગ્ગજો આશ્ચર્યમાં