ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs ENG : ICCએ ભારત અને ઇંગ્લેન્ડની આ મહિલા ખેલાડીઓને ફટકાર્યો દંડ

ICCએ ભારત અને ઇંગ્લેન્ડની ખેલાડીઓને ફટકાર્યો દંડ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પ્રતિકા રાવલ પર કડક કાર્યવાહી ઈંગ્લેન્ડની કેપ્ટનને પણ દંડ ફટકારવામાં આવ્યો Indian Women Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)પણ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ...
07:44 PM Jul 18, 2025 IST | Hiren Dave
ICCએ ભારત અને ઇંગ્લેન્ડની ખેલાડીઓને ફટકાર્યો દંડ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પ્રતિકા રાવલ પર કડક કાર્યવાહી ઈંગ્લેન્ડની કેપ્ટનને પણ દંડ ફટકારવામાં આવ્યો Indian Women Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)પણ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ...
Indian Women Cricket Team

Indian Women Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team)પણ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ (India Vs England)પર યજમાન ટીમ સામે ટક્કર લઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ તરફથી દેશ માટે અને ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર એ છે કે ભારતીય મહિલા ક્રિકેટ હાલ ઈંગ્લેન્ડ સામે લીડમાં ચાલી રહી છે. એવામાં ICCએ ભારત અને ઇંગ્લેન્ડની આ મહિલા ખેલાડીઓ પર એક ભૂલ બદલ મોટી કાર્યવાહી કરી છે.

આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર યજમાન ટીમ સામે T20 શ્રેણી 3-2થી જીતીને વિદેશી ધરતી પર એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને આ સફળતા બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ચાલી રહેલ એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે પહેલી મેચમાં શાનદાર સફળતા મેળવી છે. પરંતુ બંને ટીમોના ચોક્કસ ખેલાડીઓ પર આ ODI શ્રેણીની પહેલી મેચ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Happy Birthday Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટની રનમશીન 29 વર્ષની થઇ

પ્રતિકા રાવલ પર કડક કાર્યવાહી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમની સ્ટાર ખેલાડી પ્રતિકા રાવલે(Pratika Rawal) ICCના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ICC એ ભારતીય ખેલાડી પ્રતિકા રાવલને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં 18મી ઓવરમાં પ્રતિકા રાવલ રન લેતી વખતે ઈંગ્લેન્ડની બોલર લોરેન ફાઇલર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ પ્રતિકા ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે પણ બોલર સોફી એક્લેસ્ટોન સાથે અથડાઈ હતી આમ ICC તરફથી અલગ-અલગ બે ઘટનાઓમાં પ્રતિકા રાવલ તરફથી લેવલ વન ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો

આ પણ  વાંચો -ICC પર પક્ષપાતનો લાગ્યો આરોપ, જાણો કોણે કહ્યું અને કેમ..!

ઈંગ્લેન્ડની કેપ્ટનને પણ દંડ ફટકારવામાં આવ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ મેચમાં ન માત્ર ભારતીય ખેલાડી પર ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન પર પણ ICC તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ મેચમાં ICCએ ઈંગ્લેન્ડની ટીમ પર મેચ દરમિયાન સ્લો ઓવર રેટ કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે નિર્ધારિત સમય કરતા એક ઓવર ઓછી ફેંકી હતી જેથી મેચની આચારસંહિતાનું ઉલ્લંઘન થયું હતું આમ ICCએ સ્લો ઓવર રેટ માટે મેચ ફીના પાંચ ટકા દંડ ફટકાર્યો છે.

Tags :
England Cricket TeamGujrata FirstHiren daveICCICC Code of Conductindian teampritika rawalpritika rawal finepritika rawal fined
Next Article