IND VS ENG : ભારતની હાર બાદ તૂટયો 91 વર્ષ જૂનો આ રેકોર્ડ
IND VS ENG : ઇંગ્લૈંડની ક્રિકેટ ટીમ હાલ ટેસ્ટ સિરીઝ માટે ભારતના પ્રવાસે છે. ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં રમાઈ હતી. આ ટેસ્ટ શ્રેણીમાં ભારત પાસેથી સૌને ઘણી આશા હતી. પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં ભારત ટેસ્ટ મેચ જીતે તેવી સૌને લાગી રહ્યું હતું. પરંતુ બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૈંડ દ્વારા શાનદાર વાપસી કરાઇ હતી. અંતે ઇંગ્લૈંડની ટીમે ભારતને 28 રનથી હરાવ્યું હતું.
ઇંગ્લૈંડ અને ભારત વચ્ચે રમાયેલ આ મેચમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવ બાદ 190 રનની લીડ મળી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ ઘણી નિરાશ કરી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ફરી એકવાર ફ્લોપ સાબિત થયા. ભારતના હાર થતા હવે એક મોટો રેકોર્ડ બન્યો છે.
IND VS ENG ની આ મેચમાં ભારતીય ટીમ સાથે ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ટીમ 100 થી વધુ રનની લીડ ધરાવે છે અને પછી હારી છે. પ્રથમ દાવમાં ભારતીય ટીમે 436 રન બનાવ્યા હતા, જે બાદ ટીમ ઈન્ડિયાને 190 રનની લીડ મળી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરીને 420 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 231 રનના જવાબમાં ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 28 રનથી મેચ જીતી લીધી હતી.
આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાને આ રીતે હરાવ્યું હતું. 2001માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 274 રનની લીડ મેળવી હતી. આ ફોલોઓન મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
અગાઉ, મુલાકાતી ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1964માં ભારતીય ટીમને પ્રથમ દાવમાં લીડ મેળવીને પરાજય આપ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારતીય ટીમ પર 65 રનની લીડ મેળવી હતી.
આ પણ વાંચો -- IND vs ENG : આમની જગ્યાએ ગલી ક્રિકેટ રમતાને ટીમમાં લો… હાર બાદ ટીમ ઈન્ડિયા થઇ ટ્રોલ