Ind vs NZ 1st ODI: વડોદરામાં ભારતનો દબદબો, ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવી સિરીઝમાં 1-0ની લીડ
- ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવી સિરીઝમાં 1-0ની લીડ
- 301 રનનો ટાર્ગેટ ચેઝ કરી ભારતે મારી બાજી
- વિરાટ કોહલીએ 93 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી
- ડેરિલ મિચેલના 84 રન બાદ પણ કીવી ટીમ હારી
- હર્ષિત રાણાએ બેટિંગ અને બોલિંગમાં કમાલ કરી
Ind vs NZ 1st ODI : વડોદરાના કોટાંબી (BCA) સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડી દીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 300 રનનો મોટો સ્કોર ખડક્યો હતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ પડકારને પણ વામણો સાબિત કરી દીધો હતો. વિરાટ કોહલીની 'ચેઝ માસ્ટર' ઇનિંગ અને યુવા ખેલાડીઓના જોરે ભારતે 4 વિકેટે શાનદાર જીત મેળવી સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
Ind vs NZ 1st ODI : મિચેલ અને કોન્વે ચમક્યા
મેચની શરૂઆતમાં કીવી ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ઓપનર ડેવોન કોન્વે (56 રન) અને હેનરી નિકોલ્સ (62 રન) એ મજબૂત પાયો નાખ્યો હતો. ત્યારબાદ ડેરિલ મિચેલે ભારતીય બોલરોની ધોલાઈ કરતા 71 બોલમાં 84 રન ફટકાર્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. અંતિમ ઓવરોમાં ક્રિશ્ચિયન ક્લાર્કે અણનમ 24 રન બનાવી ટીમના સ્કોરને 300 સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી હર્ષિત રાણાએ પ્રભાવશાળી બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી, જ્યારે સિરાજ અને કુલદીપને 1-1 સફળતા મળી હતી.
Prevailing in a thriller! 👏
A victory by 4⃣ wickets for #TeamIndia to take a 1⃣-0⃣ lead in the three-match series 🥳
Scorecard ▶️ https://t.co/OcIPHEpvjr#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/1pT7kPjsU3
— BCCI (@BCCI) January 11, 2026
Ind vs NZ 1st ODI : 93 રન બનાવી અપાવી જીત
301 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સામાન્ય રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 26 રન બનાવી આઉટ થયા હતા. જોકે, ત્યારબાદ શુભમન ગિલે બાજી સંભાળી હતી અને 71 બોલમાં 56 રનની સંયમિત ઈનિંગ રમી હતી. ગિલના આઉટ થયા બાદ મેદાન પર આવેલા વિરાટ કોહલીએ પોતાની ક્લાસ બતાવતા 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 93 રન બનાવ્યા હતા. કોહલી સદી ભલે ચૂક્યા હોય, પરંતુ તેમની આ ઈનિંગ ભારતની જીત માટે પાયારૂપ સાબિત થઈ હતી.
ભારત સિરીઝમાં 1-0 થી આગળ
મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરે પણ કોહલીનો સાથ આપતા 49 રનની મહત્વની ઈનિંગ રમી હતી. મેચ જ્યારે રોમાંચક તબક્કે હતી ત્યારે કે.એલ. રાહુલે (અણનમ 29) અને હર્ષિત રાણાએ (અણનમ 29) બાજી સંભાળી લીધી હતી. હર્ષિત રાણાએ બોલિંગ બાદ બેટિંગમાં પણ કમાલ કરી હતી. ભારતે 49 ઓવરમાં જ 6 વિકેટ ગુમાવીને 306 રન બનાવી લીધા હતા અને 1 ઓવર બાકી રહેતા શાનદાર વિજય નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : Shreyas Iyer bullet Throw : વડોદરામાં અય્યરનું તોફાન, બુલેટ જેવો થ્રો જોઈને કીવી કેપ્ટન પણ ચોંકી ગયા


