IND vs NZ 2nd ODI Rajkot : બીજી વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 285 રનનો આપ્યો ટાર્ગેટ ,કે.એલ રાહુલની વિસ્ફોટક ઇનિંગ્સ
- ભારતે ન્યુઝીલેન્ડને જીતવા 285 રનનો ટાર્ગેટ આપ્યો (IND vs NZ 2nd ODI Rajkot)
- ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 284 રન કર્યા
- કે.એલ રાહુલની 112 રનની યાદગાર ઇનિંગ્સ રમી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે શ્રેણીના બીજા મુકાબલામાં ભારતે મહેમાન ટીમ સામે જીતવા માટે 285 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા છે.
IND vs NZ 2nd ODI Rajkot : કે.એલ રાહુલની શાનદાર સદી
કેએલ રાહુલની શાનદાર સદી ભારતીય ઇનિંગનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી, ત્યારે રાહુલે બાજી સંભાળી હતી અને માત્ર 92 બોલમાં 11 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી અણનમ 112 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેની આ સદીના કારણે જ ભારત પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યું છે.
#INDvsNZ ||
𝟐𝐧𝐝 𝐎𝐃𝐈 🏏 : 𝐈𝐧𝐝𝐢𝐚 𝐬𝐞𝐭 𝐚 𝐭𝐚𝐫𝐠𝐞𝐭 𝐨𝐟 𝟐𝟖𝟓 𝐫𝐮𝐧𝐬 𝐟𝐨𝐫 𝐍𝐞𝐰 𝐙𝐞𝐚𝐥𝐚𝐧𝐝🇳🇿
𝐵𝑟𝑖𝑒𝑓 𝑆𝑐𝑜𝑟𝑒:
𝑰𝑵𝑫 🇮🇳: 284/7 (50 𝑶𝒗𝒆𝒓𝒔)📍Rajkot pic.twitter.com/VF75PPAqFO
— All India Radio News (@airnewsalerts) January 14, 2026
IND vs NZ 2nd ODI Rajkot : ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ
ટોપ ઓર્ડર નિષ્ફળ, ગિલની ફિફ્ટી આ પહેલા ભારતીય બેટિંગ લાઇન-અપની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા 24 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન શુભમન ગિલ 56 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી (23), શ્રેયસ ઐયર (8) અને રવિન્દ્ર જાડેજા (27) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, મધ્યક્રમમાં નીતિશ કુમાર રેડ્ડીએ રાહુલને સાથ આપી સ્કોર આગળ ધપાવ્યો હતો.
ટીમમાં ફેરફાર અને શ્રેણી પર નજર આ મેચમાં ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી જેડન લેનોક્સ ડેબ્યૂ કરી રહ્યો છે. વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં 4 વિકેટે વિજય મેળવ્યા બાદ, જો ભારત આ મેચ જીતી લેશે તો શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લેશે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ચાર વર્ષ બાદ બન્યો ફરી વનડેનો ‘નંબર-1’ બેટ્સમેન, રોહિત- મિશેલને પછાડીને મેળવ્યું સિંહાસન


