Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ind vs NZ: ઈન્દોરમાં કિવીઓએ મેદાન મારી લીધું! ભારત સામે મૂક્યો 338 રનનો વિશાળ ટાર્ગેટ

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે કમબેક કરતા ભારત સામે રનોનો પહાડ ખડકી દીધો છે. શરૂઆતમાં માત્ર 58 રનમાં 3 વિકેટ ગુમાવનાર કિવી ટીમે ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની તોફાની સદીઓના જોરે 337 રન બનાવ્યા છે. બંને વચ્ચે 219 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. હવે ભારતને શ્રેણી 3-0થી જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક પાર કરવો પડશે.
ind vs nz  ઈન્દોરમાં કિવીઓએ મેદાન મારી લીધું  ભારત સામે મૂક્યો 338 રનનો વિશાળ ટાર્ગેટ
Advertisement
  • Ind vs Nz Target : ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 338 રનનો ટાર્ગેટ
  • ડેરીલ મિચેલ (137) અને ગ્લેન ફિલિપ્સ (106) ની શાનદાર સદી
  • બંને વચ્ચે ચોથી વિકેટ માટે 219 રનની તોફાની ભાગીદારી
  • શરૂઆતી ધબડકા બાદ કિવી ટીમે 50 ઓવરમાં 337/8 રન ખડક્યા
  • ભારત તરફથી અર્શદીપ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ ઝડપી

Ind vs Nz Target : ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં કિવી બેટ્સમેનોએ ભારતીય બોલરોની ધોલાઈ કરી નાખી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 337 રનનો જંગી સ્કોર ખડક્યો છે. હવે ભારતીય ટીમને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા અને મેચ જીતવા માટે 338 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવો પડશે.

Ind vs Nz Target : કિવીઓનું કમબેક

મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો હતો. ઓપનર ડેવોન કોન્વે માત્ર 5 રન બનાવી હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો, જ્યારે હેનરી નિકોલ્સ ખાતું ખોલાવ્યા વિના અર્શદીપના બોલે ક્લીન બોલ્ડ થયો હતો. વિલ યંગે 30 રન બનાવી થોડી લડત આપી હતી, પરંતુ તે પણ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો. 58 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ કિવી ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.

Advertisement

Advertisement

મિચેલ અને ફિલિપ્સની ઐતિહાસિક ભાગીદારી

જ્યારે લાગતું હતું કે ભારતીય બોલરો હાવી થઈ જશે, ત્યારે ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે બાજી પલટી નાખી. બંનેએ ચોથી વિકેટ માટે રેકોર્ડબ્રેક 219 રનની ભાગીદારી કરી હતી. ડેરીલ મિચેલે આક્રમક બેટિંગ કરતા 131 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 137 રન ફટકાર્યા હતા. બીજી તરફ ગ્લેન ફિલિપ્સે પણ 88 બોલમાં ઝડપી 106 રન બનાવ્યા હતા. આ બંનેની સદીએ ન્યૂઝીલેન્ડને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

 વિકેટ મળી પણ રન લૂંટાવ્યા

ભારત તરફથી અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ સૌથી વધુ 3-3 વિકેટો ઝડપી હતી, પરંતુ તેઓ ઘણા મોંઘા સાબિત થયા હતા. અર્શદીપે 63 રન અને હર્ષિતે 84 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. અંતિમ ઓવરોમાં માઈકલ બ્રેસવેલે 18 બોલમાં 28 રન ફટકારીને સ્કોરને 337 સુધી પહોંચાડ્યો હતો. હવે જોવું રહ્યું કે ભારતીય બેટ્સમેનો આ પહાડ જેવડા લક્ષ્યને પાર કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો : Virat Kohli Angry : કોહલીને આવ્યો ભયંકર ગુસ્સો, ચાલુ મેચમાં જે કર્યું તે જોઈને ફેન્સ ચોંક્યા

Tags :
Advertisement

.

×