ન્યુઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રને હરાવ્યું, શિવમ દુબેની તોફાની ઇનિંગ ગઇ એળે
- ન્યુઝીલેન્ડે ચોથી T20માં ભારતને આપ્યો પરાજય (India vs New Zealand)
- 216 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 165 માં ઓલઆઉટ
- પાંચ મેચની શ્રેણીમાં ભારત અત્યારે 3-1 થી આગળ
વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ (Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium) ખાતે રમાયેલી ચોથી T20 મેચમાં પ્રવાસી ન્યુઝીલેન્ડ (New Zealand) ટીમે શાનદાર વાપસી કરી છે. પાંચ મેચોની આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડે ભારતને 50 રને પરાજય આપીને સ્કોર લાઇન 1-3 કરી દીધી છે. જોકે, ભારતીય ટીમ (Team India) અગાઉની ત્રણ મેચો જીતીને શ્રેણી પહેલેથી જ પોતાના નામે કરી ચૂકી છે.
India vs New Zealand : ન્યુઝીલેન્ડનો વિશાળ સ્કોર અને ભારતની નબળી શરૂઆત
ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 216 રનનો પહાડ જેવો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર જ્યારે માત્ર 9 રન હતો, ત્યારે જ ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) શૂન્ય રને અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) માત્ર 8 રન બનાવી આઉટ થયા હતા. મેટ હેનરી (Matt Henry) અને જેકબ ડફી (Jacob Duffy) એ શરૂઆતમાં જ ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
New Zealand win the 4th T20I by 50 runs in Vizag.#TeamIndia lead the series 3⃣-1⃣
Scorecard ▶️ https://t.co/GVkrQKKyd6 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/zkfXdvEwGD
— BCCI (@BCCI) January 28, 2026
શિવમ દુબેની વિસ્ફોટક બેટિંગ
ભારત તરફથી માત્ર શિવમ દુબે (Shivam Dube) જ કિવિ બોલરો સામે લડત આપી શક્યો હતો. તેણે માત્ર 23 બોલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 7 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ સિવાય રિંકુ સિંહે (Rinku Singh) 30 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, સંજુ સેમસન (Sanju Samson) 24 રને બોલ્ડ થયો હતો અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) માત્ર 2 રન બનાવી આઉટ થતા ભારતની જીતની આશા ધૂંધળી બની હતી. આખી ટીમ 18.4 ઓવરમાં 165 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે શ્રેણી જીતી લીધી
ભારતે નાગપુર (Nagpur), જયપુર (Jaipur) અને ગુવાહાટી (Guwahati) માં રમાયેલી પ્રથમ ત્રણેય મેચો જીતીને શ્રેણી કબજે કરી લીધી હતી. હવે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ (Thiruvananthapuram) માં રમાશે.
આ પણ વાંચો : PCB Chairman Mohsin Naqvi વિરૂદ્ધ પૂર્વ ક્રિકેટરો એકજૂથ, જાણો કારણ


