IND Vs NZ final:ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીર વચ્ચે સીક્રેટ મીટિંગ! જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
- ફાઈનલ પહેલા ગંભીર વચ્ચે રોહિત-કોહલી સીક્રેટ મીટિંગ
- ગંભીર અને રોહિતે પહેલા લગભગ 10 મિનિટ વાત કરી
- ત્રણેય ખેલાડીઓએ લગભગ 20 મિનિટ સુધી મીટિંગ ચાલી
IND Vs NZ final: આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ (IND Vs NZ final)મેચ દુબઈમાં રમાશે. ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એકબીજા સામે ફરીથી ટકરાશે. કારણ કે અગાઉ ભારતે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાતા પહેલા ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir)કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli) સાથે મહત્વપૂર્ણ (Secret meeting)ચર્ચા કરી હતી. મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાય તો યોજના કેવી રીતે બદલવી તે અંગે ચર્ચા થઈ હતી. આ ત્રણેય ખેલાડીઓ રવિવારે દુબઈમાં યોજાનારી ફાઈનલ મેચ માટે ઉપયોગમાં લેવાતી પિચ પાસે ઊંડી ચર્ચા કરી હતી.
20 મિનિટ સુધી સીક્રેટ મીટિંગ
ભારત દુબઈની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે કારણ કે, તેણે ટુર્નામેન્ટની તમામ મેચો અહીં રમી છે. પિચ પૂર્વ ચેમ્પિયન્સ માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે શનિવારે ભારતના નેટ સેશન શરૂ થાય તે પહેલાં ત્રણેય ખેલાડીઓએ લગભગ 20 મિનિટ સુધી સીક્રેટ મીટિંગ કરી હતી. ગંભીર અને રોહિતે પહેલા લગભગ 10 મિનિટ સુધી વાત કરી ત્યારબાદ ભારતીય કેપ્ટને ફૂટ-વોલી રમી રહેલા કોહલીને તેમની સાથે જોડાવા કહ્યું. આ મીટિંગમાં મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ તો યોજનાઓમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવશે તે અંગે ચર્ચા થઈ હશે તેવી માહિતી મળી રહી છે. મેચ દરમિયાન મિડલ ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ લાવીને વિકેટ કેવી રીતે લેવી તે અંગે પણ ચર્ચા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો -IND Vs NZ:ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં જીત માટે ભારતમાં ઠેર ઠેર હવન અને પૂજા
પિચો ધીમી અને સ્પિનરો માટે વધુ અનુકૂળ
અત્યાર સુધી દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચો માટે ઉપયોગમાં લેવાતી પિચો ધીમી અને સ્પિનરો માટે વધુ અનુકૂળ રહી છે. જોકે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ સેમિફાઈનલ માટે ઉપયોગમાં લેવાયેલી નવી પિચને કારણે તે કેવી રીતે રમાઈ તે અંગે થોડી મૂંઝવણ ઊભી થઈ છે. જોકે,જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ-તેમ બેટિંગ માટે સ્થિતિ વધુ સારી થતી ગઈ. આ ઉપરાંત ટુર્નામેન્ટની શરૂઆતમાં દુબઈ ઠંડુ હતું પરંતુ આ અઠવાડિયે તે ગરમ થઈ ગયું છે.


