ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs NZ Final: મહામુકાબલામાં મેહુલિયો બનશે વિલન? જાણો આગાહી

મહામુકાબલામાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાશે ફાઇનલમાં વરસાદ મેચની મજા બગડી જશે ICCએ રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે IND-NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલૅન્ડ (IND vs NZ Final)વચ્ચે રમાશે. આ મેચ રવિવારે દુબઈ (Dubai)...
10:27 PM Mar 06, 2025 IST | Hiren Dave
મહામુકાબલામાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાશે ફાઇનલમાં વરસાદ મેચની મજા બગડી જશે ICCએ રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે IND-NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલૅન્ડ (IND vs NZ Final)વચ્ચે રમાશે. આ મેચ રવિવારે દુબઈ (Dubai)...
IND vs NZ champions Trophy final

IND-NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલૅન્ડ (IND vs NZ Final)વચ્ચે રમાશે. આ મેચ રવિવારે દુબઈ (Dubai) માં રમાશે ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું.જ્યારે ન્યૂઝીલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જો ફાઇનલમાં વરસાદનું (Rain)વિધ્ન પડશે મેચની મજા બગડી જશે. પરંતુ ICCએ વરસાદથી પ્રભાવિત થનાર ફાઇનલ મેચ અંગે પહેલાથી જ નિયમો બનાવી દીધા છે.

જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે તો ઓવરોની સંખ્યા ઘટાડીને મેચ રમાડવામાં આવી શકે છે. ICCના નિયમો પ્રમાણે ફાઇનલ મેચમાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂરી છે. દરેક ટીમને 20-20 ઓવર આપવામાં આવશે. વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં ઓવરની સંખ્યામાં ઘટાડો નિર્ધારિત સમય પછી શરુ થાય છે. જો વરસાદને (Dubai Weather Forecas)કારણે આ મેચ રવિવાર 9 માર્ચે ન રમી ન તો તે રિઝર્વ ડે પર રમાશે. ફાઇનલ માટે 10 માર્ચ રિઝર્વ ડે છે.

આ પણ  વાંચો -ક્રિકેટ કે ધર્મ? શમીની એક તસવીર વાયરલ થતા દેશમાં શરૂ થઇ ચર્ચા

કઈ સ્થિતિમાં સુપર ઓવર કરાવી શકાય

જો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ડ્રો અથવા ટાઇ થાય તો વિનરનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. સુપર ઓવરના નિયમો પ્રમાણે બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક મળે છે.

આ પણ  વાંચો -પાકિસ્તાન ક્રિકેટનું શું થશે? ચાલું મેચે ડ્રેસિંગરૂમમાં સુઇ ગયો બેટ્સમેન, મળી આ સજા

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલૅન્ડને ગ્રૂપ મેચમાં હરાવ્યું હતું

ભારતે પોતાની તમામ ગ્રૂપ મેચ જીતી હતી. તેણે પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ગ્રૂપ મેચમાં ન્યૂઝીલૅન્ડને પણ હરાવ્યું હતું. ભારતે ન્યૂઝીલૅન્ડને જીત માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની ટીમ 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ ખેરવી હતી. હવે બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં ટકરાશે.

આ પણ  વાંચો -Champions Trophy માં David Miller એ તોડ્યો સેહવાગનો રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુકાબલો કેવો રહ્યો?

જો આપણે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં ભારતના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો તે શાનદાર છે. આમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 119 વનડે મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ટીમ ઈન્ડિયાએ 61 મેચ જીતી છે. જ્યારે તેમને 50 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ થઈ છે. જ્યારે 7 મેચ રદ્દ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે. તેથી ટીમ ઈન્ડિયા આ બાબતમાં આગળ છે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રવિવારે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ પહેલા, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું. ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

Tags :
Champions Trophy 2025Champions Trophy 2025 FinalCricketCricket NewsDubai Weather ForecastICC rules for Champions TrophyIND vs NZ Champions Trophy finalIND vs NZ FinalIND vs NZ Weather ForecastIndia vs New ZealandIndia vs New Zealand FinalIs there any reserve day for Champions Trophy finalLatest Cricket NewsReserved day for IND vs NZ champions Trophy finalwhat if IND vs NZ champions Trophy gets cancelledwhat if IND vs NZ final gets washed out
Next Article