ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND Vs NZ: ટોપ પર રહેવા જામશે જંગ,જાણો પિચ-હવામાનની સ્થિતિ

ન્યુઝીલેન્ડ અને  ઈન્ડિયા  ટોપ પર રહેવા જંગ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે ઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને  વચ્ચે ખૂબ જ રોમાંચક   IND Vs NZ: ગ્રુપ A માંથી સેમીફાઈનલમાં સ્થાન મેળવનાર ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા (IND Vs...
09:01 PM Mar 01, 2025 IST | Hiren Dave
ન્યુઝીલેન્ડ અને  ઈન્ડિયા  ટોપ પર રહેવા જંગ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે ઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને  વચ્ચે ખૂબ જ રોમાંચક   IND Vs NZ: ગ્રુપ A માંથી સેમીફાઈનલમાં સ્થાન મેળવનાર ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા (IND Vs...
india vs new zealand

 

IND Vs NZ: ગ્રુપ A માંથી સેમીફાઈનલમાં સ્થાન મેળવનાર ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા (IND Vs NZ)વચ્ચે લીગ સ્ટેજની છેલ્લી મેચ 2 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે. ICC ઈવેન્ટમાં, ન્યુઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલીમાં મૂકી છે. જેના કારણે આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.

હેડ ટુ હેડ રેકોર્ડમાં ભારતનો દબદબો

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 118 મેચ રમાઈ છે.આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 60 મેચ જીતી છે જ્યારે ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે.આ સિવાય 7 મેચ અનિર્ણિત રહી હતી. જ્યારે 1 મેચ પણ ટાઈ રહી હતી.આ બંને ICC ઈવેન્ટ્સમાં 20 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 6 મેચ જીતી છે અને 12 વાર હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન, બે મેચ પણ ટાઈ રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડની ટીમ જીત થઈ છે.

જાણો કેવું રહેશે હવામાન

રવિવાર 2 માર્ચે દુબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ દિવસે તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પરંતુ પવન 31 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, તેથી બોલરોને થોડી મદદ મળી શકે છે.

આ પણ  વાંચો -Champions Trophy: સાઉથ આફ્રિકાની સેમી ફાઈનલમાં એન્ટ્રી,જાણો કઈ ટીમ કોની સાથે ટકરાશે?

જાણો કેવી રહેશે પિચ

પિચની વાત કરીએ તો, આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 60 મેચ રમાઈ ચૂકી છે. જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ ફક્ત 22 મેચ જીતી શકી છે. લક્ષ્યનો પીછો કરતી ટીમ 36 વખત મેચ જીતવામાં સફળ રહી છે. આ આંકડાઓ જોતાં સ્પષ્ટ થાય છે કે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવો સરળ બનશે. આ પિચ નવા બોલ સાથે ઝડપી બોલરોને મદદ કરે છે, પરંતુ જેમ જેમ બોલ જૂનો થાય છે તેમ તેમ સ્પિનરો માટે ફાયદાકારક છે. આ મેદાન પર સેટ થઈ ગયા પછી બેટિંગ થોડી સરળ થઈ જાય છે.

આ પણ  વાંચો -IND vs NZ : વિરાટ કોહલી રચશે ઈતિહાસ, આ 7 મહા રેકોર્ડ્સ તોડવાની તક

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન),શુભમન ગિલ,વિરાટ કોહલી,શ્રેયસ ઐયર,કેએલ રાહુલ (વિકેટકીપર),હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર,વરુણ ચક્રવર્તી,અર્શદીપ સિંહ,હર્ષિત રાણા

ન્યુઝીલેન્ડ ટીમ

વિલ યંગ,ડેવોન કોનવે, કેન વિલિયમસન,રચિન રવિન્દ્ર,ટોમ લેથમ (વિકેટકીપર),ગ્લેન ફિલિપ્સ,માઈકલ બ્રેસવેલ,મિશેલ સેન્ટનર (કેપ્ટન),મેટ હેનરી,કાયલ જેમીસન,વિલિયમ ઓ'રોર્ક

Tags :
Champions Trophy 2025CricketCricket NewsIND vs NZind vs nz champions tropy 2025India vs New Zealandindian teamrohit sharmaTeam IndiaTrending NewsViral News
Next Article