ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs NZ: વિરાટ કોહલી રચશે ઇતિહાસ..રોહિત શર્મા પણ બનાવશે ખાસ રેકોર્ડ!

ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ વિરાટ કોહલી 300 ODI રમશે કોહલીએ 2008 માં વનડે ડેબ્યૂ કર્યું હતું IND vs NZ:ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ આજે ન્યુઝીલેન્ડ (IND vs NZ)સામે છે. આ મેચ ભારતીય સમય...
12:16 PM Mar 02, 2025 IST | Hiren Dave
ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ વિરાટ કોહલી 300 ODI રમશે કોહલીએ 2008 માં વનડે ડેબ્યૂ કર્યું હતું IND vs NZ:ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ આજે ન્યુઝીલેન્ડ (IND vs NZ)સામે છે. આ મેચ ભારતીય સમય...
Rohit Sharma and Virat Kohli

IND vs NZ:ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ આજે ન્યુઝીલેન્ડ (IND vs NZ)સામે છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મેચની વિજેતા ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હારનારી ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

કોહલી મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચશે

આ મેચ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (virat kohli)માટે ખૂબ જ ખાસ છે. કોહલીના કરિયરનો 300મો વનડે મેચ હશે. કિંગ કોહલી ભારત માટે 300 વનડે મેચ રમનાર માત્ર સાતમો ક્રિકેટર બનશે. આ ખાસ ક્લબમાં મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, એમએસ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ પહેલાથી જ હાજર છે.

આ પણ  વાંચો -Shubman Gill ને અભદ્ર ઈશારો કરનાર અબરાર અહેમદે વિરાટ કોહલી માટે કરી પોસ્ટ

કોહલી 300 ODI રમશે

આ ઉપરાંત વિરાટ કોહલી ઓછામાં ઓછા 300 ODI, 100 T20I અને 100 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બનશે. કોહલીએ 2008 માં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે આ ફોર્મેટમાં દમદાર દર્શન કરી રહ્યો છે. કોહલીએ 299 ODI મેચ રમી છે, જેમાં તેણે 58.20 ની સરેરાશથી 14 હજાર 85 રન બનાવ્યા છે. કોહલીના નામે વનડેમાં 51 સદી અને 73 અડધી સદી છે.

આ પણ  વાંચો -IND Vs NZ: ટોપ પર રહેવા જામશે જંગ,જાણો પિચ-હવામાનની સ્થિતિ

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit sharma)અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પર પણ નજર રહેશે. જો રોહિત શર્મા 18 રન બનાવે છે, તો તે ન્યૂઝીલેન્ડ સામે વનડે આંતરરાષ્ટ્રીયમાં 1000 રન પૂરા કરશે. રોહિતે કિવી ટીમ સામે 29 ODI મેચમાં 37.76 ની સરેરાશથી 982 રન બનાવ્યા છે. બીજી તરફ, જો કેએલ રાહુલ આ મેચમાં 56 રન બનાવે તો તે ODI આંતરરાષ્ટ્રીયમાં 3000 રન પૂર્ણ કરશે. રાહુલે અત્યાર સુધીમાં 82 વનડે મેચમાં 48.26 ની સરેરાશથી 2944 રન બનાવ્યા છે.

 

ભારત માટે સૌથી વધુ ODI મેચો

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.

નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે

ન્યૂઝીલેન્ડ ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, કાયલ જેમીસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, જેકબ ડફી, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.

 

 

Tags :
Champions Trophy 2025champions trophy india squadIND vs NZindia cricket recordsindia vs new zealand 2025india vs new zealand champions trophykl rahul achievementskl rahul recordrohit sharma milestonesRohit Sharma Recordvirat kohli 300 odi matchvirat kohli 300th odivirat kohli indiavirat kohli milestones
Next Article