IND vs NZ: ફાઇનલ મેચ માટે કેવી હશે પીચ? સામે આવ્યું મોટું અપડેટ
- ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
- ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
- ભારતીય ટીમે આ મેદાન પર બધી મેચ રમી
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ)વચ્ચે રમાશે. આ મેચ 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે, અત્યાર સુધી ભારતીય ટીમે આ મેદાન પર બધી મેચ રમી છે. પરંતુ દરેક મેચમાં અલગ અલગ પિચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ફાઇનલ મેચ પહેલા પિચ પર એક મોટી અપડેટ આવી છે.
પિચ અંગે મોટી અપડેટ આવી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, દુબઈમાં ભારત-ન્યુઝીલેન્ડ (IND vs NZ)ફાઈનલ માટે એ જ પીચનો ઉપયોગ કરવામાં આવશે જેના પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આનો અર્થ એ છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની પિચ સ્પિનરો માટે મદદરૂપ થશે તે સ્પષ્ટ છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પીચ પર છેલ્લી મેચ રમાઈ હતી, ત્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 241 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 45 બોલ બાકી રહેતા 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. ખાસ વાત એ છે કે ભારત આ મેદાન પર એક પણ ODI મેચ હાર્યું નથી.કુલદીપ યાદવે આ મેચમાં 3 વિકેટ લીધી હતી.
સ્પિનરોને મદદ મળી શકે છે
ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં સ્પિનરોને મદદ મળી શકે છે. ભારતીય ટીમ 4 સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે.અત્યાર સુધી આ મેદાન પર ફક્ત સ્પિન બોલરો જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. તેથી, ભારતીય ટીમ 4 સ્પિનરો સાથે ફિલ્ડિંગ કરી રહી છે.વરુણ ચક્રવર્તીએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો -IPL 2025 ની ટિકિટોનું વેચાણ શરૂ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકશો
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન),શુભમન ગિલ (ઉપ-કેપ્ટન),વિરાટ કોહલી,શ્રેયસ ઐયર,કેએલ રાહુલ (વિકેટકીપર),હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ,રવિન્દ્ર જાડેજા,વરુણ ચક્રવર્તી,કુલદીપ યાદવ,મોહમ્મદ શમી.
આ પણ વાંચો -IND vs NZ Final: ફાઈનલ પહેલા રોહિત શર્માને સુનીલ ગાવસ્કરે આપ્યો જીતનો મંત્ર!
ન્યૂઝીલેન્ડ ટીમ
વિલ યંગ, ડેવોન કોનવે,કેન વિલિયમસન,રચિન રવિન્દ્ર,ટોમ લેથમ (વિકેટકીપર),ગ્લેન ફિલિપ્સ,માઈકલ બ્રેસવેલ,મિશેલ સેન્ટનર (કેપ્ટન),મેટ હેનરી,કાયલ જેમીસન,વિલિયમ ઓ'રોર્ક.