Abhishek Sharma Fitness Update: અભિષેક શર્મા કોલંબો રવાના થશે કે નહીં? આવી ગયું મોટું અપડેટ...
- સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા કોલંબો જવા રવાના (Abhishek Sharma Fitness Update)
- બીમારી બાદ રવિવારની મેચમાં રમવા માટે છે ઉપલબ્ધ
- ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મહામુકાબલો
- T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનું પલ્લું ભારે
ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની રવિવારની મહામેચ પહેલા ક્રિકેટ જગતમાં એક જ ચર્ચા હતી કે શું વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) ફિટ છે? હવે આ સવાલનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ખુશીના સમાચાર છે કે અભિષેક શર્મા કોલંબો જવા રવાના થઈ ચૂક્યા છે અને રવિવારે પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં તે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
Abhishek Sharma Fitness Update: હોસ્પિટલથી સીધા મેદાનમાં
પેટની ગંભીર તકલીફને કારણે છેલ્લી મેચ ગુમાવનાર અભિષેકે મેદાનમાં પરત ફરવા માટે ભારે મહેનત કરી છે. અર્શદીપ સિંહે (Arshdeep Singh) શેર કરેલા વીડિયોમાં જોવા મળ્યું કે બીમારી દરમિયાન આ યુવા ખેલાડીનું ૨ કિલો વજન (Weight Loss) ઘટી ગયું છે. હાલમાં તે કડક ડાયટ (Strict Diet) પર છે અને માત્ર દાળ-ભાત ખાઈને પોતાની એનર્જી પાછી મેળવી રહ્યો છે.
પાકિસ્તાન માટે 'ખતરાની ઘંટડી'
અભિષેક શર્માની વાપસી પાકિસ્તાની બોલરો માટે મુસીબત બની શકે છે. તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી (T20 Career) પર નજર કરીએ તો, તેણે 39 મેચોમાં 1297 રન બનાવ્યા છે, જેમાં 2 સદી (Centuries) અને 8 અડધી સદીનો સમાવેશ થાય છે. 36.02 ની એવરેજ ધરાવતો આ બેટ્સમેન પાવરપ્લેમાં મેચ પલટાવવાની ક્ષમતા રાખે છે.
આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં જામશે જંગ
15 ફેબ્રુઆરીએ કોલંબોના ઐતિહાસિક મેદાન પર ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2026) ના ઈતિહાસમાં ભારતનું પલ્લું પહેલેથી જ ભારે રહ્યું છે (ભારત 7 - પાકિસ્તાન 1). અભિષેકની વાપસી બાદ હવે જોવાનું એ રહેશે કે ભારતીય પ્લેઈંગ-11 માં કોને બહાર બેસવું પડે છે.
આ પણ વાંચો : T20 World Cup 2026 Upset: T20 વર્લ્ડ કપ મોટો અપસેટ,ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું


