IND Vs PAK: ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી મેદાનની ગયો બહાર
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત મોટો ઝટકો
- મોહમ્મદ શમી મેદાનની ગયો બહાર
- શમી ખરાબ ફિટનેસ સાથે સંઘર્ષ
IND Vs PAK:ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન (IND Vs PAK)વચ્ચેની મેચ દુબઈમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ શમીએ (Mohammed Shami)બોલિંગ શરૂ કરી, પરંતુ સ્પેલમાં 3 ઓવર પૂરી કર્યા પછી તે મેદાન છોડીને ચાલ્યો ગયો.
શમી ખરાબ ફિટનેસ સાથે સંઘર્ષ
શમી ખરાબ ફિટનેસ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેને પહેલી ઓવરમાં પાંચ વાઈડ બોલ ફેંકી દીધા છે. પરિણામે, ઈનિંગની પાંચમી ઓવર પછી, શમી મેદાન છોડી ગયો અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
આ પણ વાંચો-IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઇ વોલ્ટેજ મેચ, સટ્ટા બજારમાં જાણો કઈ ટીમ ફેવરિટ
11 બોલની નાખી ઓવર
ભારતીય બોલિંગની શરૂઆત મોહમ્મદ શમીએ કરી. શમી ખરાબ ફિટનેસ સાથે એટલો સંઘર્ષ કરતો જોવા મળ્યો કે તેને પહેલી ઓવર પૂરી કરવા માટે 11 બોલ ફેંકવા પડ્યા. આમાં 5 વાઈડ બોલનો સમાવેશ થાય છે. ભારતને શરૂઆતની ઓવરોમાં પાકિસ્તાની બેટ્સમેન પર દબાણ બનાવવાની જરૂર હતી, પરંતુ બાબર આઝમ અને ઈમામ-ઉલ-હકને શમીના બોલ રમવામાં કોઈ મુશ્કેલી પડી નહીં. સારી વાત એ હતી કે શમીએ આગામી બે ઓવરમાં કોઈ વાઈડ બોલ ફેંક્યો નહીં.
આ પણ વાંચો-IND vs PAK Playing 11: રોહિત શર્મા જૂનો ફોર્મ્યુલા અપનાવશે, પાકિસ્તાની ટીમમાં એક ફેરફાર નક્કી
હાર્દિક પંડ્યાને સોંપવો પડ્યો નવો બોલ
નવા બોલથી ફક્ત 6 ઓવર જ ફેંકાઈ હતી અને કેપ્ટન રોહિત શર્માને નવો બોલ હાર્દિક પંડ્યાને સોંપવાની ફરજ પડી હતી. હાર્દિકે પહેલી ઓવરમાં 5 રન આપ્યા, પરંતુ બીજી ઓવરમાં તેને કંઈક એવું કર્યું જેનાથી ભારતીય ફેન્સ ખુશ થઈ ગયા. ઈનિંગની 9મી ઓવરમાં, બાબર આઝમ હાર્દિકના બોલ પર વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો. એક તરફ તેને પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો, તો બીજી તરફ, મોહમ્મદ શમી પણ તે જ ઓવરમાં મેદાનમાં પાછો ફર્યો.
જો આપણે મોહમ્મદ શમી(Mohammed Shami)ની ફિટનેસ પર નજર કરીએ તો, તેને 2023ના ODI વર્લ્ડકપમાં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને 14 મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડ્યું. પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બહાર આવેલી તસવીરો દર્શાવે છે કે શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી.