IND vs PAK:હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે મહારેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો
- હાર્દિકે પાકિસ્તાન સામે બાનવ્યો મહારેકોર્ડ
- પંડ્યાએ બનાવ્યો મોટો રેકોર્ડ
- પાકિસ્તાન સામે કુલ 14 વિકેટ લેવામાં સફળ
Hardik Pandya record in ICC Tournaments:ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યા(Hardik Pandya record )એ કમાલ કરતા ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કરીને હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિક હવે ICC લિમિટેડ ટૂર્નામેન્ટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ICC લિમિટેડ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કુલ 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
પંડ્યાએ બનાવ્યો મોટો રેકોર્ડ
હાર્દિક પંડ્યા ICCની મર્યાદિત ઓવરોની ટુર્નામેન્ટમાં એક જ ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. પાકિસ્તાન સામે તેના નામે હવે ૧૪ વિકેટ છે. આ પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામે હતો. શમીએ ICC મર્યાદિત ઓવરોની ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૧ વિકેટ લીધી છે.
આ પણ વાંચો- IND-PAK: કામ અટકાવીને મેચ જોવા બેસી ગયા પૂર્વ ભારતીય કેપ્ટન ધોની
ICC લિમિટેડ ટુર્નામેન્ટમાં એક ટીમ સામે ભારતીયો દ્વારા સૌથી વધુ વિકેટ
14 - હાર્દિક પંડ્યા vs પાકિસ્તાન*
12 - શમી vs ન્યુઝીલેન્ડ
11-જાડેજા vs વેસ્ટ ઈન્ડિઝ
10-બુમરાહ vs અફઘાનિસ્તાન
10-બુમરાહ vs બાંગ્લાદેશ
10 - હરભજન vs ઈંગ્લેન્ડ
10-જાડેજા vs દક્ષિણ આફ્રિકા
10 નેહરા vs પાકિસ્તાન
આ પણ વાંચો- IND vs PAK: ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો
મેચની વાત કરીએ તો પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટોસથી બહુ ફરક નથી પડતો, જોકે તેણે કહ્યું કે પિચ ધીમી હશે. રોહિતે કહ્યું કે પીચ છેલ્લી મેચ કરતાં વધુ સારી દેખાતી નથી. રોહિતે કહ્યું કે છેલ્લી મેચ તેની ટીમ માટે આસાન નથી રહી પરંતુ જે રીતે ખેલાડીઓએ ટીમ તરીકે વાપસી કરી તે પ્રશંસનીય છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.