IND Vs PAK: હાર્દિકની કથિત ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં અક્ષરની પત્ની સાથે મળી જોવા
- હાર્દિક પંડ્યા સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો
- કથિત ગર્લફ્રેન્ડ પણ મેચ જોવા માટે આવી
- ફેન્સ મેદાનની બહાર પણ હાર્દિકની ચર્ચા કરી
IND Vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. આ સમયગાળા દરમિયાન, હાર્દિક પંડ્યા (Hardik Pandya)સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો. હાર્દિક પંડ્યાએ સારી બોલિંગ કરી. અને તેની કથિત ગર્લફ્રેન્ડ પણ મેચ જોવા માટે આવી છે.
સ્ટેન્ડમાં જોવા મળી જાસ્મીન વાલિયા
મેચમાં હાર્દિક પંડ્યાની રમત ચર્ચાનો વિષય બની રહી છે. ફેન્સ મેદાનની બહાર પણ હાર્દિકની ચર્ચા કરી રહ્યા છે. બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન પર્સનાલિટી જાસ્મીન વાલિયા સ્ટેન્ડમાં જોવા મળે છે. તે હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા છે. તે અક્ષર પટેલની પત્ની સાથે આ મેચ જોઈ રહી હતી.
આ પણ વાંચો - IND vs PAK: ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો
પંડ્યા અને જાસ્મીનના ડેટિંગની ચર્ચાઓ કોઈ નવી વાત નથી. આ અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ફેન્સ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં સમાનતાઓ જોઈ, ખાસ કરીને ગ્રીસની એક જ હોટેલમાંથી બંનેએ વેકેશનના ફોટા શેર કર્યા પછી. પરંતુ પંડ્યા અને જાસ્મીને તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો -IND vs PAK:હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે મહારેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો
કોણ છે જાસ્મીન વાલિયા?
જાસ્મીન વાલિયા ભારતીય મૂળની બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તેણે ઝેક નાઈટ સાથે મળીને બનાવેલા તેના હિટ ટ્રેક "બોમ ડિગી" થી ખ્યાતિ મેળવી. આ ગીત ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયું અને કાર્તિક આર્યન સ્ટારર બોલીવુડ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં પણ આ ગીત જોવા મળ્યું.