Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક સામે ટીમ ઇન્ડિયાની શું છે ખાસ તૈયારી? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યો જબરદસ્ત જવાબ

કોલંબોના મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી20 જંગ પૂર્વે 'મિસ્ટ્રી સ્પિનર' ઉસ્માન તારિકની એક્શન ચર્ચાનો વિષય બની છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ 'આઉટ ઓફ સિલેબસ' સવાલને હસતા-હસતા હલ કરવાની વાત કરી છે, તો રવિચંદ્રન અશ્વિને રમતની રણનીતિમાં એક નવો વળાંક ઉમેર્યો છે. શું ભારતીય બેટ્સમેનો પાકિસ્તાનના આ રહસ્યમય બોલરને ઉકેલી શકશે? જાણો મેદાન પરની ગરમાગરમી.
મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિક સામે ટીમ ઇન્ડિયાની શું છે ખાસ તૈયારી  કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપ્યો જબરદસ્ત જવાબ
Advertisement
  • Suryakumar Usman Tariq Strategy : પાકિસ્તાની 'મિસ્ટ્રી સ્પિનર' થી ભારત નહીં ડરે!
  • કોલંબોમાં હાઈ-વોલ્ટેજ મેચ પૂર્વે ઉસ્માન તારિકનો ખૌફ
  • સૂર્યકુમાર યાદવનો જવાબ: "આઉટ ઓફ સિલેબસ પ્રશ્ન પણ સોલ્વ કરીશું"
  • રવિચંદ્રન અશ્વિને બેટ્સમેનોને ક્રીઝ પરથી હટી જવાની આપી સલાહ
  • 42 મેચમાં 70 વિકેટ લેનાર તારિકની એક્શન છે અત્યંત રહસ્યમય

Suryakumar Usman Tariq Strategy : ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેના હાઈ-વોલ્ટેજ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2026) મુકાબલા પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક (Usman Tariq) ચર્ચાના કેન્દ્રમાં છે. કોલંબોની સ્પિન ફ્રેન્ડલી પિચ પર તારિકને પાકિસ્તાનનું સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. માત્ર ચાર આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આ બોલર પોતાની અનોખી બોલિંગ એક્શન (Bowling Action) માટે જાણીતો છે.

Suryakumar Usman Tariq Strategy : સૂર્યકુમારનો 'આઉટ ઓફ સિલેબસ' જવાબ

પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ઉસ્માન તારિકના પડકાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું, "જો એક્ઝામમાં આઉટ ઓફ સિલેબસ (Out of Syllabus) સવાલ આવી જાય, તો તેને છોડતા નથી, તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે પણ એ જ કરીશું." સૂર્યાના આ આત્મવિશ્વાસભર્યા જવાબથી પ્રેસ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Advertisement

Suryakumar Usman Tariq Strategy : અશ્વિનની માસ્ટરસ્ટ્રોક રણનીતિ

બીજી તરફ, અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) પોતાના યુટ્યુબ શો 'Ash Ki Baat' માં એક અલગ જ પાસું રજૂ કર્યું છે. અશ્વિને જણાવ્યું કે તારિક બોલ ફેંકતા પહેલા જે રીતે ક્રીઝ પર થોભે છે, તેની સામે બેટ્સમેન પણ ક્રીઝ છોડીને હટી શકે છે. અશ્વિને સવાલ કર્યો કે, "કોણ આવું કરવાની હિંમત બતાવે છે તે જોવું રસપ્રદ રહેશે. જો બોલર બેટ્સમેનને કન્ફ્યુઝ કરે, તો બેટ્સમેન ફરીથી તૈયાર થવા માટે ક્રીઝ પરથી હટી શકે છે."

કોણ છે ઉસ્માન તારિક?

ઉસ્માન તારિકે અત્યાર સુધી 42 ટી20 મેચોમાં 70 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી 6.79 અને એવરેજ 15.94 ની છે, જે તેને અત્યંત ખતરનાક બનાવે છે. ભારત પ્રથમવાર તેનો સામનો કરશે, ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાનના આ ગુપ્ત હથિયાર સામે કેવી રીતે લડે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના દિલ પર જ નહીં, હવે ગરદન પર પણ માહિકાનું નામ! વેલેન્ટાઈન પર આપ્યું મોટું સરપ્રાઈઝ

Tags :
Advertisement

.

×