IND vs SA: ટીમ ઇન્ડિયાની હાર, દક્ષિણ આફ્રિકાએ પહેલી ટેસ્ટ 30 રને જીતી
IND vs SA: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતા ટેસ્ટનો ત્રીજો દિવસ હતો. ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ હાર સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-1 થી પાછળ છે.
02:58 PM Nov 16, 2025 IST
|
Hardik Shah
દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે હતી. કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ચોથા ક્રમે આવી ગઈ છે, કુલ પોઈન્ટ ટકાવારી 54.17 છે. ટીમ ઈન્ડિયાએ આ WTC ચક્રમાં કુલ આઠ મેચ રમી છે, જેમાં ચારમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમને કોલકાતા ટેસ્ટમાં વિજયનો નોંધપાત્ર ફાયદો થયો છે, જેના કારણે તે ચોથા ક્રમેથી બીજા ક્રમે પહોંચી ગઈ છે. આ WTC ચક્રમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી તેણે બે જીતી છે અને એક હારી છે. પરિણામે હાલમાં તેના પોઈન્ટ ટકાવારી 66.67 છે. જો આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા સંસ્કરણના પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમોના સ્થાન પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમ 100 પોઈન્ટ ટકાવારી સાથે પ્રથમ ક્રમે છે. ઉપરાંત શ્રીલંકા 66.67 પોઈન્ટ ટકાવારી સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનની ટીમ 50 પોઈન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે છે. ઈંગ્લેન્ડની ટીમ છઠ્ઠા ક્રમે છે, જેની કુલ પોઈન્ટ ટકાવારી 43.33 છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ છેલ્લા ત્રણ સ્થાન પર છે, જેમાંથી ફક્ત કીવી ટીમે આ WTC ચક્રમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી.
- દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું
- દક્ષિણ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને જીતવા 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
- કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ચોથા ક્રમે આવી ગઈ
IND vs SA: આજે ભારત(India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે કોલકાતા ટેસ્ટનો ત્રીજો દિવસ હતો. ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ (Test Match)માં ટીમ ઇન્ડિયાને હરાવ્યું છે. આ હાર સાથે ટીમ ઇન્ડિયા આ શ્રેણીમાં 0-1 થી પાછળ છે. ટીમ ઇન્ડિયા 6 ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં 4 મેચ હારી ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારત 93 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ટીમ ઇન્ડિયા હવે ચોથા ક્રમે આવી ગઈ
ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે
આ પણ વાંચોઃ Delhi: વિસ્ફોટ બાદ બંધ કરાયેલું લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ફરી ખુલ્યું, તમામ દરવાજા ખોલ્યા
Next Article