IND vs SA : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યો 220 રનનો Target
- ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 220 રનનો લક્ષ્ય આપ્યો
- ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના બોલરોને ધોઇ નાખ્યા
- તિલક વર્માએ તેના T20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
IND vs SA 3rd T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે દક્ષિણ આફ્રિકાના સુપરસ્પોર્ટ પાર્કમાં ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. જ્યા દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માની સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 109 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 220 રનનો લક્ષ્ય આપ્યો
પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆતમાં જ પહેલી વિકેટ પડી ગઇ હતી. જીહા, સંજૂ સેમસન આજે પણ શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. તે પછી ક્રિઝ પર આવેલા તિલક વર્માએ શાનદાર પ્રદર્શન સદી ફટકારતા ટીમ ઈન્ડિયાને 219 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. અભિષેક શર્મા 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક અને તિલક વચ્ચે 107 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 4 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ સિંહ 13 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. તે પછી આવેલા રમનદીપ સિંહ ડેબ્યૂ કરી રહ્યો હતો, જેણે પોતાની કારદિર્કીની પ્રથમ T20I માં પહેલા જ બોલમાં સિક્સ ફટકારી હતી. તેણે 6 બોલમાં 1 સિક્સ અને 1 ફોરની મદદથી 15 રન બનાવ્યા હતા. જણાવી દઇએ કે, 4 મેચની T20 શ્રેણી 1-1 થી બરાબર છે. પ્રથમ મેચમાં ભારતે 61 રને જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર વાપસી કરીને મેચ 3 વિકેટથી જીતી લીધી હતી.
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રમનદીપ સિંહ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.
દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન
એઈડન માર્કરામ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટમેન), ડેવિડ મિલર, માર્કો જેન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુથો સિપામાલા.
આ પણ વાંચો: IND Vs SA: ત્રીજી T20માં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન