IND vs SL : અંતિમ ઓવરમાં બાજી પલટાઈ, ભારતની જીત ટાઈમાં ફેરવાઈ
- ભારત-શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ ટાઈ
- અંતિમ ઓવરમાં ભારતના હાથમાં આવેલી જીત ટાઈમાં ફેરવાઈ
- શિવમ દુબેની શાનદાર બેટિંગ
IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ થયો છે. આ પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ત્રણેય મેચ જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું. પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે શરૂઆતમાં યોગ્ય જોવા મળ્યો પણ અંત ભારત માટે ઘણી નિરાશાજનક રહી હતી. ભારતીય ટીમ આ મેચ હારી તો નથી અને મેચ ટાઈ થઇ ગઇ છે.
ભારત-શ્રીલંકાની મેચ ટાઈ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં માત્ર 230 રન જ બનાવી શકી હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે પાંચ રનની જરૂર હતી અને ભારતની 8 વિકેટ પડી ગઇ હતી. 48મી ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન અસલંકાએ શિવમ દુબે અને અર્શદીપ સિંહને સળંગ બે બોલ પર આઉટ કરીને મેચ ટાઈ કરી હતી.
Things went down to the wire in Colombo as the match ends in a tie!
On to the next one.
Scorecard ▶️ https://t.co/4fYsNEzggf#TeamIndia | #SLvIND pic.twitter.com/yzhxoyaaet
— BCCI (@BCCI) August 2, 2024
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું પ્રદર્શન
231 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઓપનર શુભમન ગિલ 35 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેન વેલ્લાલાઘે આઉટ કર્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સેટ થવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ બાદમાં આઉટ થયા હતા. કોહલીએ 32 બોલમાં 24 અને શ્રેયસે 23 બોલમાં 23 રન બનાવ્યા હતા. રાહુલ 31 રન બનાવીને આઉટ થયો હતો અને અક્ષર 33 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવ 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શિવમ દુબેએ કેટલાક શાનદાર શોટ રમ્યા પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહીં. ભારતને છેલ્લા 18 બોલમાં માત્ર 5 રનની જરૂર હતી પરંતુ અસલંકાએ શિવમ દુબે અને અર્શદીપને સતત બે બોલ પર આઉટ કરીને મેચ ટાઈ કરી દીધી હતી. શિવમ દુબે 24 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. આ બીજી વખત છે જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ટાઈ થઈ છે.
શિવમ દુબેની શાનદાર બેટિંગ
શિવમ દુબેએ ટીમ ઈન્ડિયા માટે એવું કારનામું કર્યું કે સ્ટાર બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શુક્રવારે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે પ્રથમ વનડે રમવા આવી ત્યારે તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. તેણે શ્રીલંકાની બેટિંગને 230 રન સુધી રોકી દીધી હતી. આ પછી ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ 75 રનમાં પહેલી વિકેટ પડી ગયા બાદ જાણે પાનખર શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને કેએલ રાહુલ જેવા કેટલાક ખેલાડીઓ ફટાફટ આઉટ થવા લાગ્યા હતા. જોકે, આઠમા નંબરે બેટિંગ કરવા આવેલો શિવમ દુબે અડગ રહ્યો. તે છેલ્લી ઓવરોમાં યોદ્ધાની જેમ લડતો રહ્યો. લોઅર ઓર્ડર પર તેની શાનદાર ઈનિંગ ટીમ ઈન્ડિયા માટે કામ કરી ગઈ હતી. આખરે આ મેચ ટાઈ રહી હતી.
આ પણ વાંચો: IND vs SL: વનડે સિરીઝમાંથી ભારતીય ટીમના આ બે ખેલાડીઓ થયા બહાર