ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs WI, 2nd Test : દિવાળી પહેલા Team India એ દેશવાસીઓને આપી ભેટ! વેસ્ટ ઈન્ડિઝને હરાવી શ્રેણી પોતાના નામે કરી

IND vs WI, 2nd Test : ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 2 મેચની શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે માત્ર મેચ જ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે.
10:40 AM Oct 14, 2025 IST | Hardik Shah
IND vs WI, 2nd Test : ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 2 મેચની શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે માત્ર મેચ જ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે.
Team_India_won_the_Delhi_Test_Gujarat_First

Team India won the Delhi Test : ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ ટીમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 2 મેચની શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે માત્ર મેચ જ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે. ખેલાડીઓએ બૅટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ – ત્રણેય વિભાગોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સાબિત કર્યું કે ભલે ટીમ યુવા છે પણ તેને પૂરી સમજ છે કે જીત કેવી રીતે મેળવી શકાય અને પોતાની ભૂલોથી કેવી રીતે શીખી શકાય.

દિલ્હી ટેસ્ટમાં છેલ્લા દિવસે જીતનો સ્વાદ

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે. 2 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને 2-0થી ક્લીન સ્વીપ કરીને 'વ્હાઇટવોશ' કર્યો છે. યુવા કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ પ્રદર્શન દ્વારા દર્શકોને ખુશ કરી દીધા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં પણ ભારતે વિજય મેળવીને શ્રેણી પર મજબૂત કબજો જમાવ્યો છે. દિલ્હીના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો દબદબો સ્પષ્ટ દેખાતો હતો. વેસ્ટ ઈન્ડિઝે તેની બીજી ઇનિંગમાં સારો સંઘર્ષ કર્યો, જ્યાં 2 ખેલાડીઓની સદીના કારણે ટીમે 390 રન બનાવ્યા.

જોકે, આ સ્કોર માત્ર ભારતને જીતવા માટે 121 રનનો નાનો લક્ષ્યાંક જ આપી શક્યો. જીત માટેના આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટીમ ઈન્ડિયા (Team India) એ છેલ્લા દિવસ સુધી રાહ જોવી પડી. અંતિમ દિવસના પ્રથમ સત્રમાં જ ભારતે ફક્ત 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સરળતાથી પાર પાડી દીધો અને મેચ 7 વિકેટે જીતી લીધી.

Team India માટે કે.એલ. રાહુલ અને યુવા બેટ્સમેનોનું પ્રદર્શન

નાના લક્ષ્યનો પીછો કરતી વખતે અનુભવી બેટ્સમેન કે.એલ. રાહુલએ સ્થિરતા બતાવી. તેણે 108 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી. યુવા બેટ્સમેન સાઈ સુદર્શનએ પણ 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. ટોસ જીત્યા બાદ ભારતે પોતાની પ્રથમ ઇનિંગ 518/2 ના વિશાળ સ્કોર પર ડિકલેર કર્યો હતો. જેમાં ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર 175 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન શુભમન ગિલએ પણ 129 રનની સદી ફટકારી હતી.

શ્રેણીની પ્રથમ મેચમાં જીત

શ્રેણીની શરૂઆત અમદાવાદમાં થઈ, જ્યાં ભારતે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 140 રનના જંગી માર્જિનથી હરાવ્યું હતું. આ જીતથી જ ભારતે શ્રેણીમાં 1-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી અને વેસ્ટ ઈન્ડિઝ પર મોટું માનસિક દબાણ બનાવ્યું હતું. ભારતીય ટીમની આ જબરદસ્ત શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ પછીની મેચમાં પલટી શક્યું નહોતું.

કેપ્ટન ગિલ માટે ઐતિહાસિક સિદ્ધિ

ઉલ્લેખનીય છે કે, આ શ્રેણી વિજય યુવા બેટ્સમેન શુભમન ગિલ માટે ખૂબ જ ખાસ છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા (Team India) નો આ પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય છે. એક યુવા કેપ્ટન તરીકે તેણે પોતાના પ્રદર્શન અને નેતૃત્વથી ટીમને સફળતા અપાવી છે. આ જીત સાથે, ભારતીય ભૂમિ પર વેસ્ટ ઈન્ડિઝનો આ સતત છઠ્ઠો ટેસ્ટ શ્રેણી પરાજય છે, જે કેરેબિયન ક્રિકેટના કથળતા સ્તરની વાસ્તવિકતા દર્શાવે છે. હકીકત એ છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 1983-84 પછી ભારતમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. એટલું જ નહીં, કેરેબિયન ટીમ 1993-94 થી ભારતમાં એક ટેસ્ટ મેચ જીતવા માટે સંઘર્ષ કરી રહી છે. આ આંકડા ભારતીય ટીમની ઘરઆંગણાની તાકાત અને વેસ્ટ ઈન્ડિઝના નબળા પ્રદર્શનની કહાની સ્પષ્ટ કરે છે.

આ પણ વાંચો :   વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલની સદી, કોહલીના કીર્તિમાનની બરાબરી

Tags :
CricketGujarat FirstIND vs WIind vs wi 2nd test live scoreind vs wi 2nd Test Match Day 5 live scoreind vs wi liveind vs wi match scoreind vs wi test live scoreIndia Vs West Indies Live Scoreindia-vs-west-indieslive match scoreTeam India
Next Article