IND vs WI : સેમીફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓ મંદિર પહોંચ્યા, જીત માટે માતાજીને પ્રાર્થના કરી
ટી20 વર્લ્ડ કપની (T20 World Cup) સેમીફાઈનલની રેસ હવે અંતિમ ચરણમાં છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies ) વચ્ચે આજે કોલકાતાના (Kolkata) મેદાન પર એક એવો જંગ ખેલાવાનો છે જે એક ટીમનું નસીબ ખોલશે તો બીજીને બહાર કરશે. આ 'કરો યા મરો' ના મુકાબલા પહેલા ભારતીય સ્ટાર ખેલાડીઓ અચાનક એક ખાસ જગ્યાએ જોવા મળ્યા છે.
Advertisement
- IND vs WI નોકોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે સુપર-8 નો નિર્ણાયક મુકાબલો
- સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે કાલિઘાટ મંદિરમાં લીધા આશીર્વાદ
- ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ' રમાશે
- જીતનારી ટીમ મેળવશે સેમીફાઈનલની ટિકિટ, હારનાર થશે બહાર
- મેચ પહેલા ખેલાડીઓનો ભક્તિભાવ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
IND vs WI : ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં આજે રવિવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ [India vs West Indies] વચ્ચે સુપર-8 નો હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મેચ માત્ર એક રમત નથી, પરંતુ બંને ટીમો માટે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ' સમાન છે. ઈડન ગાર્ડન્સના મેદાન પર મેદાનમાં ઉતરતા પહેલા ભારતીય ખેલાડીઓએ જીત માટે આશીર્વાદ લીધા છે.

