IND-W vs THA-W: એસીસી મહિલા એશિયા કપ 2026 ની પોતાની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે થાઈલેન્ડ સામે 94 રને શાનદાર વિજય મેળવીને ટૂર્નામેન્ટની વિજયી શરૂઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં થાઈલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ઓપનર શેફાલી વર્મા બની મેન ઓફ ધ મેચ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ થાઈલેન્ડની ચુસ્ત બોલિંગા આગળ મધ્યમ ક્રમની બેટિંગ લથડી હતી. ભારતે નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને159 રન બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા માત્ર 36 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી. શેફાલી બાદ ટીમની બેટિંગ લથડી હતી, પરંતુ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં ટીમ સફળ રહી હતી. થાઈલેન્ડ તરફથી સુલિપોર્ન લાઓમીએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.
થાઈલેન્ડની ટીમ 65 રનમાં ઓલઆઉટ
160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ આગળ ટકી શકી નહોતી. થાઈલેન્ડની પૂરી ટીમ 16.1ઓવરમાં માત્ર 65 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જેના લીધે ભારતે 94 રને વિશાળ વિજય મેળવ્યો હતો.
આગામી મુકાબલો હોંગકોંગ સામે
ટીમ ઈન્ડિયા હવે તેની બીજી મેચમાં હોંગકોંગનો સામનો કરશે, જે 3 સપ્ટેમ્બરે રમાશે. ભારત આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે, જેણે સાત એશિયા કપ ટાઇટલ જીત્યા છે. તેથી, ટીમ ઈન્ડિયા તેના આઠમા ટાઇટલ પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi Captaincy : 15 વર્ષની વયે વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન, સેન્ટ્રલ ઝોન સામે સંભાળશે ટીમની કમાન