Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટસમેનોનો ધબડકો, ઇન્ડિયાએ 61 રને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર મેદાનમાં પોતાની તાકાત બતાવીને કટ્ટર હરીફ પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. ઈશાન કિશનની તોફાની ફિફ્ટી અને જસપ્રીત બુમરાહના અત્યંત ઘાતક સ્પેલ સામે પાકિસ્તાની ખેલાડીઓ પાસે કોઈ જવાબ નહોતો. 61 રનનો આ મોટો વિજય માત્ર સુપર-8 માં ભારતની ટિકિટ કન્ફર્મ કરી છે.
ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટસમેનોનો ધબડકો  ઇન્ડિયાએ 61 રને હરાવ્યું
Advertisement
  • ભારતે પાકિસ્તાનને 61 રને આપી કારમી હાર (India vs Pakistan Result)
  • જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે પાક. બેટ્સમેનોની શરણાગતિ
  • પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ સસ્તામાં ધરાશાયી
  • 61 રનની ભવ્ય જીત સાથે ભારત સુપર-8 માં એન્ટ્રી

ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર ભારતનો ત્રિરંગો લહેરાયો છે. ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) ના સૌથી પ્રતિષ્ઠિત મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને (India vs Pakistan) 61 રને કારમી હાર આપી છે. આ શાનદાર વિજય સાથે જ ભારતે ટુર્નામેન્ટના સુપર-8 રાઉન્ડમાં (Super-8 Round) ગૌરવપૂર્ણ પ્રવેશ કર્યો છે.

India vs Pakistan Result : ઈશાન કિશનની તોફાની બેટિંગ

મેચની શરૂઆતમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ઈશાન કિશને (Ishan Kishan) આક્રમક બેટિંગ કરી હતી. તેણે પાકિસ્તાની બોલરોની લાઇન અને લેન્થ વેરવિખેર કરી નાખી હતી. ઈશાનના પાવરફુલ શોર્ટ્સને કારણે ભારતે મોટો સ્કોર ઊભો કર્યો હતો, જે પાકિસ્તાન માટે પહાડ જેવો સાબિત થયો.

Advertisement

Advertisement

બુમરાહની ઘાતક બોલિંગ અને પાક.નો ધબડકો

ભારત દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત જ નબળી રહી હતી. જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) પોતાની ધારદાર બોલિંગ અને સચોટ યોર્કરથી પાકિસ્તાની બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા. બુમરાહના તરખાટ સામે પાકિસ્તાની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. એકપણ બેટ્સમેન ભારતીય આક્રમણ સામે લાંબો સમય ટકી શક્યો નહીં અને સમગ્ર ટીમે શરણાગતિ સ્વીકારી લીધી.

સુપર-8માં ભારતની દમદાર એન્ટ્રી

આ જીત સાથે ભારતીય ટીમે સુપર-8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાન સામેની આ જીત માત્ર પોઈન્ટ્સ ટેબલ માટે નહીં, પરંતુ કરોડો ભારતીય ચાહકોના આત્મવિશ્વાસ માટે પણ મહત્વની છે. મેદાનમાં ચારેતરફ 'ઈન્ડિયા-ઈન્ડિયા' ના નાદ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:   વેસ્ટ ઈન્ડિઝનો વિજયી હુમલો: નેપાળને હરાવી સુપર 8 માં પ્રવેશનારી પ્રથમ ટીમ બની

Tags :
Advertisement

.

×