Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India Heatwave Forecast 2026 : આ વખતે ઉનાળો તોડશે તમામ રેકોર્ડ? દિલ્હીમાં તૂટ્યો 50 વર્ષનો રેકોર્ડ

માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ દેશભરમાં સૂર્યનારાયણે લાલ આંખ કરી છે. દિલ્હીમાં તાપમાનના પાંચ દાયકા જૂના રેકોર્ડ તૂટ્યા છે અને રાજસ્થાનના રણની ગરમ હવાઓ મેદાની વિસ્તારોમાં આગ ઓકી રહી છે. હજુ તો આ ઉનાળાની શરૂઆત છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી, ઉમસ અને લૂ ના થપેડા કેવી હાલત કરશે તે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે.
india heatwave forecast 2026   આ વખતે ઉનાળો તોડશે તમામ રેકોર્ડ  દિલ્હીમાં તૂટ્યો 50 વર્ષનો રેકોર્ડ
Advertisement
  • માર્ચમાં જ મધ્ય ઉનાળા જેવો માહોલ: દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત!
  • દિલ્હીમાં તાપમાન 35.7°C નોંધાયું, વર્ષ 1999નો રેકોર્ડ પણ તૂટ્યો
  • રાજસ્થાન અને MP સહિત 7 રાજ્યોમાં પારો 35 ડિગ્રીને પાર
  • રણની ગરમ હવાઓને કારણે ઉત્તર ભારતના મેદાનોમાં તપન વધી
  • હવામાં ભેજ ઘટતા આગામી દિવસોમાં હીટવેવ અને લૂ ની શક્યતા

India Heatwave Forecast 2026 : દેશભરમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, માર્ચના પહેલા જ અઠવાડિયામાં ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તાપમાન અત્યારથી જ 35 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો શેકાઈ રહ્યા છે.

Advertisement

India Heatwave Forecast 2026 : દિલ્હીમાં 50 વર્ષનો સૌથી ગરમ દિવસ

રાજધાની દિલ્હીમાં ગરમીએ છેલ્લા પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 35.7°C નોંધાયું હતું, જે છેલ્લા 50 વર્ષોમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. આ અગાઉ વર્ષ 1999માં 5 માર્ચે તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું. નિષ્ણાતોના મતે આ માત્ર શરૂઆત છે અને આ વખતે સામાન્ય કરતા વધુ ગરમી પડવાની શક્યતા છે.

Advertisement

કેમ વધી રહી છે આટલી તાપમાન?

હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનના રણ વિસ્તારોમાંથી ઉઠતી ગરમ હવાઓ ઉત્તર ભારત તરફ ફૂંકાઈ રહી છે, જેને કારણે મેદાની વિસ્તારોમાં તપન વધી છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને સૂર્યના સીધા કિરણોને કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગરમ હવાઓ હવે 'લૂ' (Heatwave) નું સ્વરૂપ ધારણ કરી રહી છે.

15 માર્ચ સુધીની આગાહી

આગામી 15 માર્ચ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને તડકો વધુ આકરો બનશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 માર્ચની આસપાસ હળવા વાદળો છવાઈ શકે છે, પરંતુ તેનાથી ગરમીમાં રાહત મળવાને બદલે ઉમસ વધવાની શક્યતા છે. આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Petrol Diesel Price India : પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? સરકારે તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

Tags :
Advertisement

.

×