IND U19 vs SA U19 : ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને સિરીઝ પર હક જમાવ્યો
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 કેટેગરીમાં વનડે ક્રિકેટ સિરીઝ રમાઇ
- ભારતે સિરીઝની સતત બીજી મેચ જીતી લીધી
- ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમ બેબસ બની ગઇ
IND U19 vs SA U19 : ભારતીય અંડર-19 ટીમે બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમને 8 વિકેટથી હરાવી દીધી છે. ભારત માટે વૈભવ સૂર્યવંશી, અભિજ્ઞાન કુંડુ અને કિશન કુમાર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું છે, અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 245 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો, જેના કારણે ભારતને ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ 174 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે આ લક્ષ્યનો કોઈ મુશ્કેલી વિના ભારતે હાંસલ કર્યું હતું.
વૈભવ સૂર્યવંશીએ જોરદાર અડધી સદી ફટકારી
ભારતીય ટીમ માટે એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી, 24 બોલમાં કુલ 68 રન બનાવ્યા, જેમાં 1 ચોગ્ગો અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. અભિજ્ઞાન કુંડુએ પણ જોરદાર બેટિંગ કરી, તેણે 42 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. વેંદત ત્રિવેદીએ 31 રન બનાવ્યા, બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા, અને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. વૈભવ અને અભિજ્ઞાનની બેટિંગે બંને ટીમો વચ્ચે નોંધપાત્ર તફાવત બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ માટે માઈકલ ક્રુઈસ્કમ્પે બે વિકેટ લીધી હતી, પરંતુ અન્ય બોલરો નિષ્ફળ રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકા માટે જેસન રોલ્સે સદી ફટકારી
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 245 રન બનાવ્યા હતા. જેસન રોલ્સે ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી, 113 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ડેનિયલ બોસમેને પણ 31 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી, પરંતુ બોલરોના નબળા પ્રદર્શને ટીમના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા.
કિશન કુમાર સિંહે ચાર વિકેટ લીધી
ભારતીય અંડર-19 ટીમ માટે કિશન કુમાર સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8.3 ઓવરમાં 46 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આફ્રિકન બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આરએસ એમ્બ્રીસે બે વિકેટ લીધી, જ્યારે કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ અને દીપેશ દેવેન્દ્રને એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો -------- Vijay Hazare Trophy : Shreyas Iyer મુંબઇની ટીમનું નેતૃત્વ કરશે, Shardul Thakur બહાર


