ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sania Mirza: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે જન્મ દિવસ, જાણો તેની અજાણી વાતો!

Sania Mirza: ભરતીની પૂર્વ ટેનિસ સ્ટાર(Tennis Star) સાનયિા મિર્ઝાનો આજે જન્મ દિવસ છે.  તેણે પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓને મોટી પ્રેરણા પુરી પાડી છે. 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલી આ હૈદરાબાદી છોકરીએ ટેનિસના કોર્ટ પર ન માત્ર ભારતનું નામ રોશન કર્યું, પરંતુ વિશ્વના સૌથી મોટા મેદાનોમાં પોતાની છાપ છોડી.
09:47 AM Nov 15, 2025 IST | Hardik Shah
Sania Mirza: ભરતીની પૂર્વ ટેનિસ સ્ટાર(Tennis Star) સાનયિા મિર્ઝાનો આજે જન્મ દિવસ છે.  તેણે પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓને મોટી પ્રેરણા પુરી પાડી છે. 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલી આ હૈદરાબાદી છોકરીએ ટેનિસના કોર્ટ પર ન માત્ર ભારતનું નામ રોશન કર્યું, પરંતુ વિશ્વના સૌથી મોટા મેદાનોમાં પોતાની છાપ છોડી.
saniya mirza Gujarat first

Sania Mirza: આજે ભરતીની પૂર્વ ટેનિસ સ્ટાર (Tennis Star) સાનયિા મિર્ઝાનો આજે જન્મદિવસ (Birthaday) છે. ભારતીય ટેનિસની રાણી અને વૈશ્વિક આઇક નસાનિયા મિર્ઝા, આ નામ માત્ર ભારતીય ટેનિસનું પર્યાય નથી, પરંતુ એક એવી મહિલાનું પ્રતીક છે જેણે પુરુષપ્રધાન રમતગમતની દુનિયામાં સ્ત્રીઓની તાકાત અને સફળતાનું નવો અધ્યાય લખ્યો. 15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલી આ હૈદરાબાદી છોકરીએ ટેનિસના કોર્ટ પર ન માત્ર ભારતનું નામ રોશન કર્યું, પરંતુ વિશ્વના સૌથી મોટા મેદાનોમાં પોતાની છાપ છોડી. તેની સફર એક સામાન્ય છોકરીથી વિશ્વની ટોચની ડબલ્સ પ્લેયર સુધીની છે, જેમાં સંઘર્ષ, સમર્પણ અને અદમ્ય ઇચ્છાશક્તિના અસંખ્ય પ્રસંગો છે.

બાળપણ અને પ્રારંભિક જીવન

હૈદરાબાદની ટેનિસ (Tennis) પ્રતિભા સાનિયા મિર્ઝા (Sania Mirza)નો જન્મ મુંબઈમાં થયો હતો. પરંતુ તેનું બાળપણ હૈદરાબાદમાં વીત્યું. તેના પિતા ઇમરાન મિર્ઝા એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હતા, અને માતા નસીમા મિર્ઝા પ્રિન્ટિંગ બિઝનેસમાં કામ કરતી હતી. પરિવારમાં ટેનિસનું વાતાવરણ નહોતું, પરંતુ સાનિયાની મોટી બહેન અનમના ટેનિસ રમતી હતી, જેનાથી સાનિયાને પ્રેરણા મળી. માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ટેનિસ રેકેટ હાથમાં લીધું. હૈદરાબાદના નિઝામ ક્લબમાં તેની તાલીમ શરૂ થઈ, જ્યાં કોચ સી.જી. કૃષ્ણા ભૂપતી (મહેશ ભૂપતીના પિતા)એ તેની પ્રતિભા ઓળખી. બાળપણમાં જ સાનિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી. 2002માં તેણે બુસાન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જે તેની પ્રથમ મોટી સફળતા હતી. તે જ વર્ષે તેણે જુનિયર વિમ્બલ્ડન ડબલ્સનું ટાઇટલ જીત્યું, જેમાં તેની પાર્ટનર અલિસા ક્લેબાનોવા હતી. આ સફળતાઓએ તેને વ્યાવસાયિક ટેનિસ તરફ વાળી.2003માં માત્ર 16 વર્ષની ઉંમરે તેણે WTA ટુરમાં ડેબ્યૂ કર્યું અને પોતાની પ્રથમ મેચમાં જ વિજય મેળવ્યો.

વ્યાવસાયિક કારકિર્દી

સાનિયાની કારકિર્દીનો પ્રારંભ સિંગલ્સમાં થયો. 2005માં તેણે WTAનું પ્રથમ ટાઇટલ જીત્યું હતુ. તે વખતે તે વિશ્વની ટોચની 100 પ્લેયર્સમાં પ્રવેશી ચૂકી હતી. તેની સર્વિસ અને ફોરહેન્ડની તાકાત વિશ્વભરમાં ચર્ચાઈ. 2007માં તે વિશ્વ રેન્કિંગમાં 27મા ક્રમે પહોંચી, જે કોઈ ભારતીય મહિલા પ્લેયર માટે સર્વોચ્ચ હતું (આજે પણ તે રેકોર્ડ છે). પરંતુ ઈજાઓએ તેની સિંગલ્સ કારકિર્દીને અસર કરી. કાંડાની ઈજા અને અન્ય સમસ્યાઓને કારણે તેણે 2010 પછી ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ નિર્ણય તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો. તેણે વિશ્વની ટોચની પ્લેયર્સ સાથે પાર્ટનરશિપ કરી. માર્ટિના હિંગિસ, કારા બ્લેક, બેથાની મેટેક-સેન્ડ્સ વગેરે. 2015માં હિંગિસ સાથેની જોડીએ તેને વિશ્વની નંબર 1 ડબલ્સ પ્લેયર બનાવી.

ગ્રાન્ડ સ્લેમ વિજયો

ભારત માટે ગૌરવના ક્ષણોસાનિયાની સૌથી મોટી સફળતા તેના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ છે. તેણે કુલ 6 ગ્રાન્ડ સ્લેમ જીત્યા, 3 મહિલા ડબલ્સ અને 3 મિક્સ્ડ ડબલ્સમાં. મહિલા ડબલ્સ. 2015માં વિમ્બલ્ડન (માર્ટિના હિંગિસ સાથે), 2015 યુએસ ઓપન (હિંગિસ સાથે), 2016 ઓસ્ટ્રેલિયન ઓપન (હિંગિસ સાથે).

મિક્સ્ડ ડબલ્સ

2009 ઓસ્ટ્રેલિયન ઓપન (મહેશ ભૂપતી સાથે)
2012 ફ્રેન્ચ ઓપન (મહેશ ભૂપતી સાથે)
2014 યુએસ ઓપન (બ્રુનો સોરેસ સાથે)

આ ઉપરાંત તેણે 43 WTA ડબલ્સ ટાઇટલ્સ જીત્યા અને 14 રનર-અપ રહી. ઓલિમ્પિક્સમાં પણ તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું . 2008 બેઇજિંગ, 2012 લંડન અને 2016 રિયોમાં. 2016માં તે ઇવાન ડોડિગ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ફાઇનલ સુધી પહોંચી. ફેડ કપમાં તેણે ભારત માટે 20થી વધુ મેચો રમી અને એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા. 2023માં તેણે ડુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ પછી નિવૃત્તિ જાહેર કરી, પરંતુ તેની વારસો અમર છે.

સાનિયા મિર્ઝા(Sania Mirza)ના 2024માં છૂટાછેડા

સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. 14 વર્ષ સાથે રહ્યા પછી આ દંપતીએ 2024 માં છૂટાછેડા દ્વારા અલગ થવાનો નિર્ણય લીધો હતો. સાનિયાના પરિવારે તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. સાનિયાએ મુસ્લિમ મહિલાઓ માટે પ્રેરણા બની. તેણે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર તરીકે કામ કર્યું, ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપ્યું. ભારત સરકારે તેને અર્જુન એવોર્ડ (2004), રાજીવ ગાંધી ખેલ રત્ન (2015) અને પદ્મશ્રી (2006), પદ્મભૂષણ (2016)થી સન્માનિત કર્યા. તેની સફળતાએ ભારતમાં ટેનિસને લોકપ્રિય બનાવ્યું અને નવી પેઢીને પ્રેરિત કરી. આજે તે કોમેન્ટેટર, મેન્ટર અને બિઝનેસવુમન તરીકે સક્રિય છે.  તેની ટેનિસ એકેડમી હૈદરાબાદમાં ચાલે છે.

આ પણ વાંચોઃ UP Crime: ‘મારા પર 6 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો’, પિડિતા પોલીસ કાફલામાંથી છૂટી DIG તરફ ભાગી પછી..!

Tags :
birthdayGujaratFirstIndiaNationalSania MirzaSports NewsTennis StarToday
Next Article