Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાં શમી-કિશન-નાયરની બાદબાકી કેમ?

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર થઈ છે, જેમાં ઋષભ પંતની વાપસી થઈ છે. જોકે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં મોહમ્મદ શમી, કરુણ નાયર (બેવડી સદી), ઈશાન કિશન (173 રન), અને રજત પાટીદારને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. શમીએ તાજેતરમાં 15 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેની બાદબાકીએ સવાલો ઊભા કર્યા છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાં શમી કિશન નાયરની બાદબાકી કેમ
Advertisement
  • SA ટેસ્ટ સ્ક્વોડ: શમી-કિશન સહિત 4 સ્ટાર ખેલાડી નજરઅંદાજ! (India Team Test Squad)
  • મોહમ્મદ શમીને રણજીમાં 15 વિકેટ છતાં ટેસ્ટ ટીમમાં તક ન મળી
  • ઋષભ પંતની ઈજામાંથી સાજા થયા બાદ ટેસ્ટ સ્ક્વોડમાં વાપસી
  • બેવડી સદી ફટકારનાર રજત પાટીદાર અને ફોર્મમાં રહેલા કરુણ નાયરની બાદબાકી
  • 173 રન બનાવનાર ઈશાન કિશન પણ મુખ્ય ટેસ્ટ ટીમમાંથી બહાર
  • ઈશાન કિશનને વન-ડે શ્રેણી માટે ભારત-A ટીમમાં સ્થાન મળ્યું

India Team Test Squad : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી 2 મેચોની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ઈજામાંથી સાજા થયા બાદ વાપસી થઈ છે, સાથે જ કેટલાક યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જોકે, આ ટીમની પસંદગીમાં એક ચોંકાવનારો નિર્ણય લેવાયો છે, જેમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તાજેતરમાં ધમાલ મચાવનાર મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. શમી ઉપરાંત, ફોર્મમાં રહેલા વધુ 3 સ્ટાર ખેલાડીઓને પણ સિલેક્ટરોએ નજરઅંદાજ કર્યા છે.

મોહમ્મદ શમી ફરી થયા ઇગ્નોર – Mohammed Shami Test Snub

મોહમ્મદ શમીએ તાજેતરમાં રણજી ટ્રોફી 2025-26માં બંગાળ તરફથી રમતા અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેમણે ઉત્તરાખંડ સામેની પોતાની પ્રથમ મેચમાં જ 7 વિકેટ ઝડપી હતી, જ્યારે ગુજરાત સામે પણ શમીએ 8 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં, તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શમીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી.

Advertisement

Advertisement

કરુણ નાયરને પણ ન મળી જગ્યા – Karun Nair Ranji Form

લગભગ 8 વર્ષ બાદ, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે કરુણ નાયરે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી હતી, પરંતુ તે પ્રદર્શન કરી શક્યા નહીં અને ટીમમાંથી ડ્રોપ થઈ ગયા. જોકે, ત્યારબાદ આ સ્ટાર ખેલાડીએ રણજી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની છેલ્લી 4 ઇનિંગ્સમાં અનુક્રમે 8, 73, 174 અને 233 રન બનાવ્યા છે. આટલા મજબૂત ફોર્મ પછી પણ તેમને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

173 રન બનાવ્યા છતાં સ્ટાર ખેલાડીની બાદબાકી – Ishan Kishan Ranji Performance

લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પણ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તક મળી નથી. જોકે, તેણે તમિલનાડુ સામે રણજી ટ્રોફી 2025-26ની પોતાની પ્રથમ મેચમાં 173 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારો દેખાવ કરવા છતાં, તેને ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળતાં આશ્ચર્ય થયું છે.

રજત પાટીદારને પણ મોકો ન મળ્યો – Rajat Patidar Double Century

રજત પાટીદારને પણ સાઉથ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં તક મળી નથી. રસપ્રદ વાત એ છે કે, તે રણજી ટ્રોફી 2025-26માં પંજાબ સામે બેવડી સદી ફટકારી ચૂક્યા છે. તેમની છેલ્લી 5 ઇનિંગ્સમાં સ્કોર 19, 28, 205 (અણનમ), 66, અને 10 રહ્યો છે. શાનદાર ફોર્મ હોવા છતાં પાટીદારની ટેસ્ટ ટીમમાં વાપસી હવે મુશ્કેલ લાગી રહી છે.

ODI ટીમ માટે ભારત-A ની ટીમ – India A ODI Squad

સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ભારત-A ટીમની પણ જાહેરાત થઈ છે. તેમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે:

તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

આ પણ વાંચો : PM મોદીએ ICC મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ સાથે કરી ખાસ મુલાકાત! જુઓ ફોટા!

Tags :
Advertisement

.

×