વૈભવ સૂર્યવંશીને મળી સચિનની ટિપ્સ, India U19 vs Pakistan U19 મેચમાં થશે ધમાકો?
- U19 વર્લ્ડ કપમાં 1 ફેબ્રુઆરીએ India U19 vs Pakistan U19
- સચિન તેંડુલકરે વિડીયો કોલ દ્વારા ટીમનો જુસ્સો વધાર્યો
- VVS લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ટીમ સાથે જોડાયા
- એશિયા કપની હારનો બદલો લેવા ભારત તૈયાર
- ભારત જીતશે તો સેમીફાઈનલમાં સ્થાન પાક્કું થશે
India U19 vs Pakistan U19 : આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026 (ICC U19 World Cup 2026) તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ (Queens Sports Club, Bulawayo) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 6 સ્ટેજ (Super 6 Stage) નો હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં (Semifinal) પોતાનું સ્થાન પાક્કું કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. આ મહત્વની મેચ પહેલા 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) યુવા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો છે.
India U19 vs Pakistan U19 : સચિન તેંડુલકરનો ગુરુમંત્ર
આ મહત્વના મુકાબલા પહેલા બીસીસીઆઈ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સના હેડ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) પણ ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. લક્ષ્મણની હાજરી જ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે, પરંતુ તેમણે ટીમ માટે એક ખાસ સરપ્રાઈઝ પણ પ્લાન કર્યું હતું. લક્ષ્મણે ટીમના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) સહિત સમગ્ર અંડર-19 ટીમને સચિન તેંડુલકર સાથે વાતચીત કરાવી હતી. સચિન સાથે વાત કરીને ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી હતી. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમ સચિનના શબ્દોથી પ્રેરાઈને પાકિસ્તાન સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા થનગની રહી છે.
The India Under 19 team playing in the ongoing Under 19 World Cup had a virtual interaction with the legend of World Cricket, Mr. Sachin Tendulkar.
In what was an invaluable experience, the next generation got insights and perspectives on the important ingredients for success… pic.twitter.com/hFp4fCYlby
— BCCI (@BCCI) January 30, 2026
એશિયા કપની હારનો બદલો લેવાની તક
આ મુકાબલો માત્ર સેમીફાઈનલની ટિકિટ માટે જ નથી, પરંતુ બદલાની ભાવના સાથે પણ રમાશે. તાજેતરમાં રમાયેલા એસીસી અંડર-19 એશિયા કપ 2025 (ACC U19 Asia Cup 2025) ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ પાસે વર્લ્ડ કપના મોટા મંચ પર તે હારનો હિસાબ સરભર કરવાની તક છે.
સેમીફાઈનલનું સમીકરણ
સેમીફાઈનલમાં પહોંચવા માટેનું ગણિત પણ રસપ્રદ છે. જો ટીમ ઈન્ડિયા (Team India) આ મેચ જીતી જાય છે, તો સેમીફાઈનલમાં તેની જગ્યા નિશ્ચિત થઈ જશે. બીજી તરફ, જો પાકિસ્તાન આ મેચ નજીકના અંતરથી જીતી જાય તો પણ તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકે છે, જ્યારે ભારત નજીવા અંતરની હાર બાદ પણ નેટ રન રેટના આધારે સેમીફાઈનલમાં ક્વોલિફાય કરી શકે છે. જોકે, ભારતીય યુવા બ્રિગેડ જીત સાથે જ આગળ વધવા માંગશે.
આ પણ વાંચો : Novak Djokovic : નોવાક જોકોવિચે સેમીફાઇનલમાં સિનરને હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી!


