Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India vs Afghanistan સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, રોહિત-હાર્દિકના સિલેક્શન પર સંકટ!

IPL 2026 બાદ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. ફિટનેસ સમસ્યાઓના કારણે કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી પર સસ્પેન્સ છે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની વાપસી લગભગ નક્કી છે, જ્યારે સંજુ સેમસનને વનડે ટીમમાં સ્થાન મળી શકે છે અને રિષભ પંતને આરામ આપવામાં આવી શકે છે.
india vs afghanistan સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર  રોહિત હાર્દિકના સિલેક્શન પર સંકટ
Advertisement
  • IPL 2026 બાદ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે જંગ
  • મંગળવારે ગુવાહાટીમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  • સિરાજ-શમીની વાપસી નક્કી, સંજુ સેમસનને મળશે મોટી ભેટ
  • રિષભ પંતનું પત્તું કપાઈ શકે, બુમરાહને આરામ મળવાની શક્યતા
  • ફિટનેસના કારણે કેપ્ટન રોહિત શર્માના સિલેક્શન પર લટકતી તલવાર

IPL 2026 ની સમાપ્તિ બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને 3 વનડે મેચની સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ માટે મંગળવારે ગુવાહાટીમાં પસંદગી સમિતિની બેઠક યોજાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખતે ટીમમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવી શકે છે. ખાસ કરીને ફિટનેસ ઇશ્યુને કારણે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના સિલેક્શન પર સવાલો ઉભા થયા છે.

Advertisement

 આ ખેલાડીઓની થશે વાપસી

પસંદગી સમિતિની બેઠક પહેલા સમાચાર છે કે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) વનડે ટીમમાં પરત ફરશે. IPL માં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર તરીકે તેણે પોતાની દાવેદારી મજબૂત કરી છે. બીજી તરફ, રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીની (Mohammed Shami) ટેસ્ટ ટીમમાં વાપસી લગભગ નક્કી છે. વિકેટકીપર તરીકે સંજુ સેમસનને (Sanju Samson) તેના શાનદાર ફોર્મનું ઈનામ મળી શકે છે, જ્યારે રિષભ પંતને વનડે ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

Advertisement

 રોહિત-હાર્દિકની ફિટનેસ પર સવાલ

સૌથી મોટી ચિંતા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની (Hardik Pandya) ફિટનેસને લઈને છે. રોહિત શર્મા ઈજાને કારણે IPL ની કેટલીક મેચોમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમ્યો હતો, જેના કારણે તે વનડે ફોર્મેટ માટે કેટલો ફિટ છે તે અંગે ચર્ચા થશે. જો તે ફિટ નહીં હોય તો ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. આ સિવાય જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સામે બાંગ્લાદેશના Mushfiqur Rahim નો 'મહા-રેકોર્ડ', ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ!

Tags :
Advertisement

.

×