Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ભારતીય કેપ્ટને બાંગ્લાદેશી કેપ્ટન સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી, જાણો પછી શું થયું?

બુલાવાયોના મેદાન પર ટોસ સમયે જે બન્યું તે સામાન્ય ન હતું. ક્રિકેટમાં હંમેશા ખેલદિલીની વાતો થાય છે, પરંતુ ભારત અને બાંગ્લાદેશની અંડર-19 ટીમો વચ્ચે 'ઓલ ઈઝ નોટ વેલ' જેવો ઘાટ સર્જાયો છે. બંને કેપ્ટનોએ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું અને હાથ મિલાવવાની પરંપરા તોડી નાખી. શું વિઝા વિવાદ અને ટી20 વર્લ્ડ કપની ખેંચતાણ આ સમગ્ર મામલા પાછળનું કારણ છે?
ભારતીય કેપ્ટને બાંગ્લાદેશી કેપ્ટન સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી  જાણો પછી શું થયું
Advertisement
  • ભારત-બાંગ્લાદેશ U19 મેચમાં જોવા મળ્યો ભારે તણાવ (India Bangladesh Toss Controversy)
  • આયુષ મ્હાત્રે અને અઝીઝુલ હકીમે હાથ મિલાવવાનું ટાળ્યું
  • વિઝા અને વેન્યુ વિવાદને કારણે બંને ટીમો વચ્ચે કડવાશ
  • પ્રેક્ટિસ દરમિયાન પણ ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા
  • સૂર્યકુમાર યાદવ વાળી ઘટનાનું મેદાન પર ફરી પુનરાવર્તન

India Bangladesh Toss Controversy : ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે, પરંતુ અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પહેલા જે દ્રશ્યો સર્જાયા તેણે સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ટોસ સમયે બંને ટીમના કેપ્ટન હસીને હાથ મિલાવતા હોય છે અને ફોટો પડાવતા હોય છે, પરંતુ બુલાવાયોના ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં આ પરંપરા તૂટતી જોવા મળી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવની અસર હવે મેદાન પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

ભારત અને બાંગ્લાદેશના કેપ્ટનો વચ્ચે તણાવ (India Bangladesh Toss Controversy)

બુલાવાયોમાં રમાઈ રહેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં જ્યારે બંને ટીમના કેપ્ટન મેદાનમાં ઉતર્યા ત્યારે વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશી કેપ્ટન અઝીઝુલ હકીમ તમીમ ટોસ માટે મેચ રેફરી સાથે ઉભા હતા. જોકે, ટોસ ઉછાળતા પહેલા જે સામાન્ય શિષ્ટાચાર હોય છે, તે અહીં જોવા મળ્યો નહીં. ભારતીય કેપ્ટને હાથ મિલાવવાની પહેલ ન કરી અને સામે પક્ષે બાંગ્લાદેશી કેપ્ટન પણ અકડમાં ઉભા રહ્યા. બંનેએ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું, જેની નોંધ મેચ રેફરીએ પણ લીધી હતી.

Advertisement

Advertisement

વિવાદનું મૂળ અને વર્લ્ડ કપ વેન્યુની બબાલ

આ મેદાન પરના તણાવ પાછળ મેદાન બહારના કારણો જવાબદાર હોવાનું મનાય છે. તાજેતરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત વિઝાને લઈને પણ બંને દેશો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અહેવાલો મુજબ, મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટોસ વખતે હાથ ન મિલાવવાની ઘટના એ સાબિત કરે છે કે આ માત્ર રમત નથી રહી, પણ હવે આ રાષ્ટ્રીય સ્વાભિમાનની લડાઈ બની ગઈ છે.

સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાન જેવી ઘટના

આ ઘટનાએ ક્રિકેટપ્રેમીઓને એશિયા કપની યાદ અપાવી દીધી છે. જે રીતે પાકિસ્તાન સામેની મેચમાં તણાવ હતો, તેવું જ હવે બાંગ્લાદેશ સાથે થઈ રહ્યું છે. એશિયા કપ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભારતીય કેપ્ટને આ કડક વલણ અપનાવ્યું હતું. હવે અંડર-19 વર્લ્ડ કપમાં આયુષ મ્હાત્રેનું વલણ પણ એ જ દિશામાં ઇશારો કરી રહ્યું છે કે ભારતીય ખેલાડીઓ દેશના અપમાનને સાંખી લેવા તૈયાર નથી

આ પણ વાંચો :165 રન ફટકારનાર વિશ્વરાજને 'સર જાડેજા' સાથે શું લાગે-વળગે? સંબંધ પર પરદો ઊંચકાયો!

Tags :
Advertisement

.

×