India vs Japan T20: Jio Star પર નહીં આવે ભારત-જાપાનની T20 મેચ, આ પ્લેટફોર્મ પણ જોવો Live
ભારતીય ક્રિકેટ ચાહકો માટે 22 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બનવાનો છે. Team India એક એવા મુકાબલામાં મેદાનમાં ઉતરશે, જે બંને દેશોના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત નોંધાશે. એક તરફ શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતીય ટીમમાં મોટા નામો છે, તો બીજી તરફ મેચ સાથે જોડાયેલો ખાસ રાજદ્વારી પ્રસંગ પણ છે.
Advertisement
India vs Japan T20: 2026 Asian Games વચ્ચે ભારત અને જાપાનની ક્રિકેટ ટીમો વચ્ચે 22 સપ્ટેમ્બરે ઐતિહાસિક T20 મુકાબલો રમાવાનો છે. બંને ટીમો પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આમને-સામને થશે. જાપાનના સાનો સ્થિત Sano International Cricket Ground ખાતે આ મુકાબલો રમાશે. આ મેચ ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે જોડાયેલી Sport 75 પહેલનો ભાગ છે. ભારતની ટીમ પણ આ ઐતિહાસિક મુકાબલા માટે જાપાન પહોંચી ગઈ છે.

