India vs Namibia: ભારતે નામિબિયાને જીતવા માટે આપ્યો 210 રનનો વિશાળ ટાર્ગેટ
- ભારતે 20 ઓવરમાં બનાવ્યા 209 રન (India vs Namibia)
- ઈશાન કિશને 24 બોલમાં ફટકાર્યા 61 રન
- હાર્દિક પંડ્યાની 28 બોલમાં તોફાની ફિફ્ટી
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jetiely Stadium) ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની રોમાંચક મેચમાં ભારત અને નામિબિયા (India vs Namibia) આમને-સામને ટકરાયા હતા. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની આગેવાની હેઠળની ભારતીય ટીમે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
Innings Break!
On the back of a powerful batting show, #TeamIndia set a target of 2⃣1⃣0⃣ 🎯
Over to our bowlers 👉
Scorecard ▶️ https://t.co/SQLoaZjq98#T20WorldCup | #MenInBlue | #INDvNAM pic.twitter.com/uDOZ70cUvP
— BCCI (@BCCI) February 12, 2026
India vs Namibia: ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની તોફાની ફિફ્ટી
ભારત તરફથી ઓપનર ઈશાન કિશને (Ishan Kishan) ફરી એકવાર પોતાની આક્રમક લય બતાવી હતી. તેણે માત્ર 24 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. મધ્યમ ક્રમમાં હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) જવાબદારી સંભાળતા 28 બોલમાં 52 રન ફટકાર્યા હતા. જોકે, સંજુ સેમસન (Sanju Samson) 8 બોલમાં 22 રન અને શિવમ દુબે (Shivam Dube) 16 બોલમાં 23 રન બનાવી આઉટ થયા હતા. કેપ્ટન સૂર્યા (Captain Surya) માત્ર 12 રન બનાવી શક્યો હતો. અંતિમ ઓવરોમાં ઉપરા-ઉપરી વિકેટો પડવાને કારણે ભારત વધુ મોટો સ્કોર કરતા અટકી ગયું હતું.
ટીમ ઈન્ડિયાનું શાનદાર ફોર્મ
ભારતીય ટીમ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની પાંચ મેચોની શ્રેણીમાં ભારતે 4-1 થી જીત મેળવી હતી. તે પહેલા USA સામેની મેચમાં પણ જીત મેળવી ટીમ ઈન્ડિયાનું મનોબળ આસમાને છે. નોંધનીય છે કે ભારતે તેની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમી હતી, જ્યારે નામિબિયા તેની છેલ્લી મેચ દિલ્હીમાં નેધરલેન્ડ્સ (Netherlands) સામે હારીને આવી છે.
આ પણ વાંચો: T20 World Cup 2026 : IND vs PAK મહામુકાબલા પહેલા પાકિસ્તાનની ખતરનાક ચાલ, ટીમ ઈન્ડિયા કેટલી તૈયાર?


