Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

India vs Namibia Result : ભારતે એકતરફી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું

દિલ્હીના મેદાન પર રનનો એવો વરસાદ થયો કે નામિબિયાના બોલરો લાચાર થઈ ગયા. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાના પાવર-પેક્ડ પર્ફોર્મન્સથી ભારતે તોતિંગ સ્કોર બનાવ્યો હતો. પરંતુ અસલી રોમાંચ તો બોલિંગમાં જોવા મળ્યો જ્યારે વરુણ ચક્રવર્તીની સ્પિન સામે નામિબિયાના બેટર્સ પત્તાની જેમ વિખેરાઈ ગયા. 93 રનની આ મોટી જીત પાછળ શું હતું ખાસ રણનીતિ?
india vs namibia result   ભારતે એકતરફી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું
Advertisement
  • ભારતે નામિબિયાને 93 રનના વિશાળ અંતરથી આપી કારમી હાર (India vs Namibia Result)
  • ભારતે 209 રનનો વિશાળ સ્કોરનો જીતવા માટે ટાર્ગેટ આપ્યો હતો
  • ભારતીય બોલરો સામે નામિબિયાના બેટસમેન પત્તાની જેમ વિખેરાયા

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની એકતરફી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે રનનો પહાડ ખડક્યા બાદ બોલરોના ધારદાર પ્રદર્શનને કારણે નામિબિયા( Namibia) સામે 93 રનથી મોટી જીત મેળવી છે. સૂર્યકુમાર યાદવ ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વિજય રથ પર સવાર છે.આ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા તેને 'પ્લેયર ઓફ ધ મેચ' (Player of the Match) જાહેર કરવામાં આવ્યો હતો.

India vs Namibia Result :  એકતરફી મેચમાં જીત

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. ઓપનર ઈશાન કિશને (Ishan Kishan) ફરી એકવાર આક્રમક અંદાજમાં 24 બોલમાં 61 રન ફટકાર્યા હતા. મધ્યમ ક્રમમાં હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) વિસ્ફોટક બેટિંગ કરતા 28 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું હતું. સંજુ સેમસને (Sanju Samson) 22 રન અને શિવમ દુબેએ (Shivam Dube) 23 રન બનાવ્યા હતા.

Advertisement

Advertisement

બોલરોનો કહેર

210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. અર્શદીપ સિંહ [Arshdeep Singh] ની સફળતા બાદ વરુણ ચક્રવર્તીએ [Varun Chakaravarthy] તરખાટ મચાવતા સતત ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ [Axar Patel], જસપ્રીત બુમરાહ [Jasprit Bumrah] અને હાર્દિક પંડ્યાએ પણ વિકેટો ઝડપી હતી. નામિબિયાની ટીમ  116 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત

તાજેતરમાં ન્યૂઝીલેન્ડ [New Zealand] સામેની શ્રેણી 4-1 થી જીત્યા બાદ અને USA સામેની પ્રથમ મેચમાં વિજય મેળવ્યા પછી ભારતીય ટીમનું મનોબળ ઉંચુ છે. મહત્વનું છે કે ભારતે અગાઉની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ [Wankhede Stadium] ખાતે રમી હતી, જ્યારે નામિબિયા આ જ મેદાન પર નેધરલેન્ડ્સ [Netherlands] સામે હારીને મેદાનમાં ઉતરી હતી.

આ પણ વાંચો:  મદ્રાસ હાઈકોર્ટનો ધોનીને મોટો આદેશ, ₹100 કરોડના માનહાનિ કેસમાં ₹10 લાખ ચૂકવવા પડશે!

Tags :
Advertisement

.

×