T20 World Cup Ticket : શું તમે વર્લ્ડ કપની ટિકિટ બુક કરી? જાણો કેવી રીતે મળશે સૌથી સસ્તી ટિકિટ
- અમદાવાદમાં ભારતની વર્લ્ડ કપ મેચની ટિકિટોનું વેચાણ શરૂ
- 18 ફેબ્રુઆરીએ ભારત-નેધરલેન્ડ વચ્ચે મેદાનમાં જામશે જંગ
- ટિકિટના ભાવ માત્ર ₹500 થી શરૂ થઈ ₹9000 સુધી નક્કી
- ઓનલાઈન બુકિંગ માટે સત્તાવાર વેબસાઈટ અને એપ પર ભીડ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી મેચનો થશે પ્રારંભ
T20 World Cup Ticket : ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 18 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની ટી20 વર્લ્ડ કપ મેચ માટે ટિકિટોનું સત્તાવાર વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો તમે સ્ટેડિયમમાં બેસીને ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માંગતા હોવ, તો ટિકિટ બુકિંગની વિગતો જાણી લેવી જરૂરી છે.
𝗧𝗛𝗘 𝗧𝗜𝗖𝗞𝗘𝗧𝗦 𝗔𝗥𝗘 𝗢𝗨𝗧 🎟️
At historic low entry-level prices, witness the world’s best in action at the ICC Men's #T20WorldCup 2026 in India and Sri Lanka ➡️ https://t.co/MSLEQzcObb pic.twitter.com/iMBPdpixMf
— ICC (@ICC) December 11, 2025
માત્ર ₹500 થી શરૂ થાય છે ટિકિટ
સ્ટેડિયમના દરેક ખૂણેથી મેચનો આનંદ માણી શકાય તે માટે અલગ-અલગ સ્ટેન્ડ મુજબ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રેક્ષકોથી લઈને VIP અનુભવ ઈચ્છતા લોકો માટે કિંમતો નીચે મુજબ છે:
સૌથી સસ્તી ટિકિટ: બ્લોક J (Bay 1-4 Upper) માટે માત્ર ₹500 રાખવામાં આવી છે.
મધ્યમ કિંમત: બ્લોક A (લોઅર) માટે ₹1000 અને સાઉથ પ્રીમિયમ ઈસ્ટ સ્ટેન્ડ માટે ₹2000 કિંમત છે.
VIP અનુભવ: જો તમે લક્ઝરી સુવિધા ઈચ્છો છો, તો પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ ₹7500 માં ઉપલબ્ધ છે.
પ્રીમિયમ સીટ: સૌથી મોંઘી ટિકિટની કિંમત ₹9000 સુધી નક્કી કરવામાં આવી છે.
T20 World Cup Ticket : મેચનું શિડ્યુલ અને સમય
આ મેચ 18 ફેબ્રુઆરી 2026, બુધવારના રોજ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોવાથી અહીં ભારે ભીડ ઉમટવાની શક્યતા છે, તેથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવું હિતાવહ છે.
ઓનલાઈન ટિકિટ કેવી રીતે બુક કરવી?
દર્શકો સત્તાવાર વેબસાઇટ tickets.cricketworldcup.com અથવા BookMyShow એપ દ્વારા ટિકિટ બુક કરી શકે છે.
૧. સૌ પ્રથમ એપ કે વેબસાઇટ પર જઈને 'India vs Netherlands' મેચ પસંદ કરો. ૨. સ્ટેડિયમનું લેઆઉટ જોઈ તમારા બજેટ મુજબ સ્ટેન્ડ (જેમ કે ₹500 વાળો બ્લોક J) સિલેક્ટ કરો. ૩. ઓનલાઈન પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ તમારી ટિકિટ કન્ફર્મ થશે, જે તમારા મોબાઈલ પર ઈ-ટિકિટ તરીકે આવશે.
આ પણ વાંચો : T20 World Cup 2026 પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા? આ સ્ટાર ખેલાડી થઇ શકે છે OUT!


