Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rishabh Pant Injured : શું રિષભ પંત પ્રથમ વનડે રમશે? નેટ્સમાં ઈજા બાદ સસ્પેન્સ

ન્યુઝીલેન્ડ સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા જ ભારતીય છાવણીમાં અફરાતફરી મચી ગઈ છે. વડોદરાના મેદાન પર પ્રેક્ટિસ કરી રહેલી ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે જેણે તાજેતરમાં જ બેટિંગથી તરખાટ મચાવ્યો હતો. મેદાનમાં ફિઝિયો દોડતા થયા અને આખરે ખેલાડીને બહાર લઈ જવો પડ્યો. હવે સવાલ એ છે કે શું આ ઈજા ભારતની જીતની રણનીતિ ખોરવી નાખશે?
rishabh pant injured   શું રિષભ પંત પ્રથમ વનડે રમશે  નેટ્સમાં ઈજા બાદ સસ્પેન્સ
Advertisement
  • નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થતા ખળભળાટ
  • મેદાન પર તાત્કાલિક ફિઝિયો બોલાવવા પડ્યા, પંત પ્રેક્ટિસ છોડી બહાર
  • પંત પહેલા તિલક વર્મા પણ ઈજાના કારણે ટીમમાંથી થયા છે બહાર
  • ગૌતમ ગંભીર અને શુભમન ગિલ માટે પ્લેઈંગ-11 નક્કી કરવી બની પડકાર
  • વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં હતો વિકેટકીપર બેટ્સમેન પંત

Rishabh Pant injured : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ પૂર્વે ભારતીય છાવણીમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં યોજાનારા મુકાબલા માટે ટીમ ઈન્ડિયા જોરશોરથી તૈયારી કરી રહી હતી, તે દરમિયાન નેટ્સ પ્રેક્ટિસમાં એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા મેદાન છોડી બહાર જવું પડ્યું છે. આ ઘટનાથી કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરની ચિંતામાં વધારો થયો છે.

Rishabh Pant injured : નેટ્સ પ્રેક્ટિસમાં રિષભ પંતને થઈ ઈજા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. નેટ્સમાં બેટિંગ કરતી વખતે પંતને ઈજા થતા તાત્કાલિક ફિઝિયોની મદદ લેવી પડી હતી અને ત્યારબાદ તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. પંતની આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન બહાર આવ્યું નથી, પરંતુ મેચના એક દિવસ પહેલા આ રીતે ઈજાગ્રસ્ત થવું ટીમ માટે ચિંતાનો વિષય છે. રિષભ પંત હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને આવ્યો છે.

Advertisement

Advertisement

કેએલ રાહુલ પ્રથમ પસંદગી, પંત બેકઅપ

જોકે, પ્લેઈંગ-11 ના સમીકરણો પર નજર કરીએ તો, વિકેટકીપર તરીકે ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી કેએલ રાહુલ જ છે. રિષભ પંત બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ છે. પરંતુ જો ઈજા ગંભીર હોય તો પંતની આગામી શ્રેણીઓમાં ભાગીદારી પર પ્રશ્નાર્થ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, પંત પહેલા તિલક વર્મા પણ ઈજાને કારણે બહાર થઈ ચૂક્યા છે, જે ભારત માટે બીજો મોટો આંચકો છે.

વડોદરા વનડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11

પ્રથમ વનડે માટે ભારતીય ટીમની પ્લેઈંગ-11 લગભગ નક્કી માનવામાં આવે છે. ઓપનિંગમાં કેપ્ટન શુભમન ગિલ સાથે રોહિત શર્મા જોવા મળશે. ત્રીજા નંબરે વિરાટ કોહલી અને ચોથા નંબરે શ્રેયસ અય્યર મધ્યમ ક્રમની જવાબદારી સંભાળશે.

ઓલરાઉન્ડર અને બોલિંગ વિભાગની વ્યૂહરચના

ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાનું સ્થાન નિશ્ચિત છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને નીતીશ કુમાર રેડ્ડી વચ્ચે કોઈ એકને તક મળી શકે છે. બોલિંગ આક્રમણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, સિનિયર બોલરો જ ન્યુઝીલેન્ડ સામે મોરચો સંભાળશે.

આ પણ વાંચો : Virat Kohli Arshdeep Mimicry: કોહલી બન્યો એન્ટરટેઈનર! અર્શદીપની નકલ જોઈ રોહિત હસીને બેવડ વળી ગયા

Tags :
Advertisement

.

×