IND vs NZ 5th T20 : ભારતનો તરખાટ, ન્યુઝિલેન્ડને 272 રનનું લક્ષ્ય આપ્યું
- IND vs NZ 5th T20 ની અંતિમ મેચ તિરૂવનંતપુરમમાં રમાઇ રહી છે
- ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું
- ભારતે 5 વિકેટ ગુમાવતા 272 રનનું માતબર લક્ષ્ય આપ્યું છે
- ન્યૂઝિલેન્ડ માટે આ લક્ષ્ય મેળવવું મુશ્કેલ લાગતું હોવાનો નિષ્ણાંતોનો મત
IND vs NZ 5th T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે શાનદાર પરફોર્મન્સ કરતા 5 વિકેટે ન્યૂઝિલેન્ડને 272 રનોનું લક્ષ્યાંક આપ્યું છે. ભારતના સ્ટાર ખેલાડી આ સિરીઝમાં ક્રિકેટના મેદાનમાં કોઇ જાદુ વિખેરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિરીઝમાં ભારતનો સ્કોર 3-1 થી આગળ છે, એટલેકે ભારતે પાંચ સિરીઝ પૈકીની ત્રણ મેચ જીતી છે, જ્યારે ન્યૂઝિલેન્ડએ એક મેચ જીતી છે.
View this post on Instagram
રિંકુ સિંહ અને શિવમ દૂબે અણનમ રહ્યા (IND vs NZ 5th T20)
ભારતીય ટીમનો સંજુ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અભિષેકે 30 રન બનાવ્યા હતા. ઇશાને 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, બીજી તરફ કેપ્ટન સૂર્યાએ 26 બોલમાં અડધી સદી ફટકારી હતી, અને 63 રન બનાવીને આઉટ થયો હતો. ઇશાન 42 બોલમાં સદી ફટકારી અને 103 રન બનાવીને આઉટ થયો હતો, તથા હાર્દિક 42 રન બનાવીને આઉટ થયો હતો, રિંકુ સિંહ 8 રન બનાવીને અને શિવમ દુબે 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો ------- Australian Open 2026 : Elena Rybakina એ સબાલેન્કાને હરાવીને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ટાઇટલ
ભારતીય ટીમના ફેરફાર (IND vs NZ 5th T20)
ભારતે ત્રીજી મેચ માટે ત્રણ ફેરફાર કર્યા હતા, જેમાં હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની જગ્યાએ ઇશાન કિશન, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ માટે ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કર્યા છે.
બંને દેશોનું પ્લેઇંગ ઇલેવન
- ભારતની પ્લેઈંગ ઈલેવન : અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
- ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન : ટિમ સીફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, બેવન જેકબ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી.
આ પણ વાંચો ------ T20 World Cup માં Pakistan ના રમવાને લઇને રહસ્ય વધુ ઘેરાયું


