Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ 2nd T20I : ભારતની શાનદાર જીત, સિરીઝમાં 2-0 થી બઢત

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા, અને ભારતને જીત માટે 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારબાદ ભારતે 15.2 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતને સિરીઝમાં 2-0 થી બઢત મળી છે.
ind vs nz 2nd t20i   ભારતની શાનદાર જીત  સિરીઝમાં 2 0 થી બઢત
Advertisement
  • ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની સિરીઝની બીજી મેચ આજે રાયપુરમાં રમાઇ
  • ન્યુઝિલેન્ડના ભાગે પહેલા બેટિંગ આવી
  • ભારતે સિરીઝની બીજી મેચ પોતાને નામ કરી

IND vs NZ 2nd T20I, India Won : રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ભારતે ઇશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20I શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે.

209 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા, અને ભારતને જીત માટે 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારબાદ ભારતે 15.2 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Advertisement

આ પણ વાંચો ------ Women's Pro Golf Tour : Riddhima Dilawari ની દમદાર શરૂઆત, સફળતા હાથવેંત

Advertisement

ભારતનો ઇનિંગ, ઇશાન અને સૂર્યકુમારની અડધી સદી

અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો, જ્યારે સંજુ સેમસન 6 રન પર આઉટ થયો હતો. ઇશાને 21 બોલમાં અડધી સદી ફટકારીને 76 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 23 બોલમાં અડધી સદી ફટકારી હતી, સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 82 રન બનાવી અણનમ રહ્યા હતા, જ્યારે શિવમ દુબેએ પણ 18 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા.

રચિને 44 રન બનાવ્યા

રચિને 44 રન બનાવ્યા હતા, જ્યારે ડેવોન કોનવેએ 19 રન બનાવ્યા હતા. ટિમ સીફર્ટે 24 રન, ગ્લેન ફિલિપ્સે 19 રન અને ડેરિલ મિશેલે 18 રન બનાવ્યા હતા. ચેપમેને 10 રન બનાવ્યા અને આઉટ થયા હતા. સેન્ટનરે અણનમ 47 રન બનાવ્યા, જ્યારે ભારત તરફથી કુલદીપ યાદવે બે વિકેટ લીધી, જ્યારે હાર્દિક, હર્ષિત, વરુણ અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો -------  બાંગ્લાદેશ ક્રિકેટ પર મંડરાતું સંકટ! એક જિદ જે બોર્ડને કરી શકે છે કંગાળ

Tags :
Advertisement

.

×