Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

IND vs NZ, 3rd T20I : India ની ધમાકેદાર જીત, Suryakumar એ તરખાટ મચાવ્યો

IND vs NZ, 3rd T20I માટે અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો. આ સાથે, ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ચોથી T-20 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમે પહેલી T-20 મેચ 48 રનથી જીતી હતી. બીજી T-20 માં, ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી હતી. અને આજે ત્રીજી જીત મેળવી છે.
ind vs nz  3rd t20i   india ની ધમાકેદાર જીત  suryakumar એ તરખાટ મચાવ્યો
Advertisement
  • ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આજે T20 સિરીઝની ત્રીજી મેચ રમાઇ
  • પ્રથમ ન્યુઝિલેન્ડે બેટિંગ કરીને 20 ઓવરમાં 153 રન બનાવ્યા
  • ભારતે માત્ર 10 ઓવરમાં જ લક્ષ્યાંક મેળવીને મેચ આટોપી લીધી

IND vs NZ, 3rd T20I, Team India Won : ગુવાહાટીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની ત્રીજી મેચ રમાઈ છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 10 ઓવરમાં 154 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. અને શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો ------ Yuzvendra Chahal Dating rumor : યુઝવેન્દ્ર ચહલ ફરી પ્રેમમાં? RJ મહવિશને છોડી હવે આ એક્ટ્રેસ સાથે દેખાયો

Advertisement

અભિષેક અને સુર્યકુમારની જોડી જામી

ભારતે 154 રનનો લક્ષ્યાંક માત્ર 10 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતી લીધી, અને 3-0ની અજેય લીડ મેળવી છે. અભિષેક શર્માએ 20 બોલમાં અણનમ 68 રન બનાવ્યા, જ્યારે સૂર્યકુમાર યાદવે 26 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. અગાઉ, આ મેચ માટે ટીમમાં જોડાયેલા જસપ્રીત બુમરાહએ 3 વિકેટ અને રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી.

Advertisement

અગાઉની બંને મેચોમાં ભારતને જીત મળી

આ મેચ માટે અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો. આ સાથે, ભારતે શ્રેણી પણ જીતી લીધી છે. ચોથી T-20 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમે પહેલી T-20 મેચ 48 રનથી જીતી હતી. બીજી T-20 માં, ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી હતી. અને આજે ત્રીજી જીત મેળવી છે.

પ્લેઈંગ 11

  • ભારત (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
  • ન્યૂઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ડેવોન કોનવે, ટિમ સીફર્ટ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, મેટ હેનરી, ઈશ સોઢી, જેકબ ડફી.

આ પણ વાંચો ----- પૂર્વ ક્રિકેટર Harbhajan Singh ના PCB અને Bangladesh પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×