Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IND vs NZ T20I Series : Shreyas Iyer ની ટીમમાં વાપસી, જાણો કેમ કરાયો ફેરફાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને પાંસળીના નીચેના ભાગમાં અચાનક દુખાવો થયો હતો, જેના કારણે તેણે મેદાન છોડી દેવું પડ્યું હતું. બાદમાં સિટી સ્કેનમાં તેની બાજુમાં ખેંચાણ (Side Strain) હોવાનું બહાર આવ્યું છે
ind vs nz t20i series   shreyas iyer ની ટીમમાં વાપસી  જાણો કેમ કરાયો ફેરફાર
Advertisement
  • આગામી ટી 20 સિરીઝને લઇને મોટા ફેરફાર સામે આવ્યા છે
  • ભારતની ટીમમાં બે ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે
  • નવી ટીમને લઇને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ

Shreyas Iyer And Ravi Bishnoi Added To Team India T20I Squad : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 21 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની મેચ પહેલા ક્રિકેટ વર્તુળોમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘાયલ વોશિંગ્ટન સુંદરના સ્થાને રવિ બિશ્નોઈનો ભારતીય T20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઐયરનો પ્રથમ ત્રણ મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કારણે મેદાન છોડવું પડ્યું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને પાંસળીના નીચેના ભાગમાં અચાનક દુખાવો થયો હતો, જેના કારણે તેણે મેદાન છોડી દેવું પડ્યું હતું. બાદમાં સિટી સ્કેનમાં તેની બાજુમાં ખેંચાણ (Side Strain) હોવાનું બહાર આવ્યું છે, અને બાદમાં તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્વસ્થ થયા પછી, તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ને રિપોર્ટ કરશે. ફિટ થયા પછી તે ભારતીય ટીમમાં પાછો ફરશે.

Advertisement

આ પણ વાંચો -------- Online Betting Sites Blocked : મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, ઓનલાઇન સટ્ટાબાજીની 242 વેબસાઇટ કરી બ્લોક!

Advertisement

હાલ આ ખેલાડી રિકવરી હેઠળ

પસંદગીકારોએ ઘાયલ તિલક વર્માના સ્થાને પ્રથમ ત્રણ મેચ માટે શ્રેયસ ઐયરનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો છે. તિલક વર્માને ટેસ્ટિક્યુલર ટોર્સન થયું હતું. જો કે, હવે તેઓ ખતરામાંથી બહાર છે અને રિકવરી હેઠળ છે. તેઓ ટૂંક સમયમાં શારીરિક તાલીમ શરૂ કરે તેવી અપેક્ષા છે.

હાલ ભારતની ટીમ નીચે મુજબ છે

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ મેચ માટે), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને ઇશાન કિશન (વિકેટકીપર).

આ પણ વાંચો --------  T20 World Cup 2026 : બાંગ્લાદેશને મનાવવા ICC નો આખરી પ્રયાસ, જાણો શું નિર્ણય લેવાયો

Tags :
Advertisement

.

×